રસી લીધાના ચાર દિવસ બાદ કોઈનું મોત થાય તો રસી જવાબદાર નથીઃ આરોગ્ય મંત્રી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-03-2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના વાયરસની મારક રસીનો પ્રથમ ડોઝ લગાવડાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લીધા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યું હતું કે, વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ COVAXIN લીઘી છે. આરોગ્ય મંત્રીએ આ વાત એટલા માટે કરી છે કારણ કે, આ મુદ્દે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાએ જોર પકડ્યું છે.

ડૉ.હર્ષવર્ધને કહ્યું કે, કોરોના વાયરસની મારક રસી લગાવ્યાના ચાર અથવા દસ દિવસ બાદ કોઈનું મોત થઈ જાય તો એ માટે કોરોના વાયરસની મારક રસી જવાબદાર નથી. નિષ્ણાંતોએ આ વાતની પુષ્ટિ કરી છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસની મારક રસી લગાવ્યા બાદ કોઈનું મોત થયું નથી. નરેન્દ્ર મોદીએ રસી લીધા બાદ ઘણી બધી ખોટી વાત ફેલાવવામાં આવી રહી હતી. જેને લઈને આ સ્પષ્ટતા કરવામાં આવી છે. મને એવું લાગે છે કે, નરેન્દ્ર મોદીએ આ પગલું ભરીને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ઉમેર્યું કે, રસી લગાવ્યા બાદ સોજો અથવા તાવ જેવા લક્ષણ નહીવત પ્રમાણમાં જોવા મળ્યા છે. આવું તો એક સામાન્ય રસીમાં પણ થાય છે. રસી લીધા બાદ હોસ્પિટલમાં એડમિટ થયાની ટકાવારી 0.0004 છે. એવામાં રસીને લઈને તમામ ખોટી સૂચનાઓ તથા શંકાઓને દફનાવી દેવી જોઈએ. દેશમાં રસીકરણના ઉપયોગમાં લેવામાં આવી રહેલી બંને રસી ખૂબ સુરક્ષિત અને પર્ફેક્ટ છે. અમે સૌ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ. તે હંમેશા કહે છે કે, અમે એક ઉદાહરણ સાથે નેતૃત્વ કરીએ છીએ.

માર્ચ મહિનાથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવી રહી છે. ખાસ કરીને જે વૃદ્ધોને ગંભીર બીમારીને એને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રસી મૂકાવવા માટે કોવિડ 2.0 પોર્ટલ અથવા આરોગ્યે સેતું એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉપરાંત કોઈ કેન્દ્ર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને રસી લઈ શકાશે. માર્ચ મહિનાથી શરૂ થયેલા રસીકરણના આ તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના નિવાસ સ્થાને રસી મૂકાવી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રસી મૂકાવ્યા બાદ કોઈ રીએક્શનના કેસ સામે આવ્યા નથી. રસીની સારી અસર થઈ રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો