મોરબી: “યોગમય ગુજરાત અંતર્ગત” યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-03-2021

યોગમય ગુજરાત અંતર્ગત  યોગ સંવાદ(રીફ્રેસર યોગ સત્ર) કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. કોરોના મહામારીમાં યોગ એજ કોરોના સામે સંજીવની છે અને ગુજરાતમાં ઘર-ઘર સુધી યોગ પહોંચે, ગુજરાતને યોગમય બનાવવા તેમજ મોરબી જિલ્લામાં લોકોની શારીરિક, માનસિક અને અધ્યાત્મિક વિકાસ થાય તે હેતુથી મોરબી જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજીની અધ્યક્ષતામાં યોગમય ગુજરાત અંતર્ગત ‘યોગ સંવાદ(રીફ્રેસર યોગ સત્ર)’ નું આયોજન કરવામાં આવેલ છે.

તારીખ-૦૨/૦૩/૨૦૨૧ ને મંગળવારના રોજ બપોરે ૦૨:૩૦ થી ૦૬:૦૦ મોરબીમાં ટાઉન હોલ, મોરબી નગરપાલિકા પાસે, વસંત પ્લોટ મેઈન રોડ, સરદાર નગર, ગાંધી ચોક, મોરબી. ખાતે આ કાર્યક્રમ થઈ રહ્યો છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૦,૦૦૦ થી પણ વધુ યોગ ટ્રેનર્સને તૈયાર કરવામાં આવ્યા છે જેમના દ્વારા યોગ વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે અને હજુ પણ વધુ યોગ શિક્ષકો તૈયાર થાય….. દરેક જિલ્લા, તાલુકામાં ઘર-ઘર સુધી યોગનું જ્ઞાન પહોંચે અને લોકો યોગ તરફ વળે તે હેતુથી આગામી વર્ષમાં ૧,૦૦,૦૦૦ ટ્રેનર્સ ને તૈયાર કરવાના લક્ષ્યાંક સાધવા માટે ચેરમેનશ્રી શિશપાલજી જ્યાં યોગ વર્ગો શરૂ થયા છે તે દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે અને મોરબીમાં પણ યોગ વર્ગો શરૂ થઈ ગયા છે.

આ યોગ સંવાદથી દરેક યોગ કોચ, યોગ શિક્ષક અને યોગ સાધકો ને માહિતી, દિશા નિર્દેશ અને પ્રેરણા મળશે.આ કાર્યક્રમમાં વિવિધ યોગ સંસ્થાઓ તેમજ યોગ સમર્થકો કાર્યક્રમમાં સહયોગ કરી રહી છે. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જીલ્લાના યોગ કોચ તેમજ યોગ ટ્રેનર્સ ખુબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.

તો મોરબીની જાહેર જનતાને ‘યોગ સંવાદ (રીફ્રેસર યોગ સત્ર)’ કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ અપાયું છે. વધારે માહિતી માટે યોગ કોચ વાલજી પી. ડાભી ૯૪૦૯૬ ૬૩૬૨૭, ૯૫૮૬૨ ૮૨૫૨૭ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો