રાંધણ ગેસમાં વધુ 25નો ભાવવધારો

ચૂંટણી પૂરી થતાં જ રસોડાં ભડકે બાળતો ભાવવધારો ઝીંકાયો: 26 દિવસમાં બાટલે રૂા.125 વધ્યા!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-03-2021

1 માર્ચની શરૂઆત એક મોટા ઝટકા સાથે શરૂ થઈ છે, ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 3 વખત વધારો કરવામાં આવ્યો હતો, એકલા ફેબ્રુઆરીમાં સિલિન્ડર 100 રૂપિયા મોંઘો થયો હતો, આજનો આ વધારો જોડવામાં આવે તો માત્ર 26 દિવસમાં એલપીજી 125 રૂપિયા મોંઘો થયો છે.

દર મહિનાની શરૂઆતમાં અને પછી 15માં દિવસે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે અને પછી ભાવ નક્કી કરવામાં આવે છે. ફેબ્રુઆરીમાં આઈઓસીએ 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમતમાં ત્રણ વખત વધારો કર્યો હતો. પ્રથમ 4 ફેબ્રુઆરીએ, બીજી વખત 14 ફેબ્રુઆરીએ અને ત્રીજી વખત 25 ફેબ્રુઆરીએ ભાવમાં 25 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. આજે માર્ચની પહેલી તારીખે એલપીજી સિલિન્ડર 25 રૂપિયા મોંઘો કરી દેવામાં આવ્યો છે.

ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બરે તેનો દર 594 રૂપિયાથી વધારીને 644 રૂપિયા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 15 ડિસેમ્બરે તેનો ભાવ ફરીથી વધારીને 694 રૂપિયા કરવામાં આવ્યો હતો. એટલે કે, એક મહિનાની અંદર 100 રૂપિયામાં વધારો થયો હતો. પરંતુ જાન્યુઆરીમાં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો ન હતો. જાન્યુઆરીમાં, સબસિડી વિનાના એલપીજી (14.2કિલો)ની કિંમત 694 રૂપિયા હતી.

1 ફેબ્રુઆરીએ કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ 4 ફેબ્રુઆરીએ ફરીથી તેનો દર વધારીને 719 રૂપિયા કરવામાં આવ્યો હતો. એટલે કે તેમાં 25 રૂપિયાનો વધારો થયો હતો અને ફરી એકવાર એલપીજીના ભાવમાં 10 દિવસમાં 50 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. આ પછી, 25 ફેબ્રુઆરીએ, તેની કિંમત ફરીથી 769 રૂપિયાથી વધારીને 794 રૂપિયા કરવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો