મતદાન કેન્દ્ર પર પાણી માટે જગ મુકાયા, ગ્લાસના અભાવે પોલીસ ખોબામા પાણી પીવા મજબુર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-02-2021

રિપોર્ટ અનુસાર ગાંધીનગરમાં પાલજની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. જ્યાં વહેલી સવારથી શાંતિના માહોલ વચ્ચે લોકો મતદાન કરી રહ્યા હતા. ત્યારે મતદાન મથકમાં મતદાર યાદીને લઈને વિવાદ પણ થયો હતો. આ વિવાદ પૂર્ણ થયા બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો પાલજના મતદાન મથક પર બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ પાણી પીવા માટેના ગ્લાસ રાખવામાં આવ્યા ન હતા તેથી ગરમીના કારણે પાણીની જરૂર પડતા પોલીસકર્મીઓ ખોબે-ખોબે પાણી પીવા માટે મજબૂર બન્યા હતા.

તંત્રની બેદરકારીના કારણે બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. પાલજ મતદાન મથક પર જેમ-જેમ બપોર સુધીમાં ગરમીનું પ્રમાણ વધ્યું તેમ-તેમ મતદારોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો હતો. પણ પોલીસકર્મીઓની ફરજ હોવાના કારણે તેને ગરમીમાં પણ ફરજ બજાવવી પડે છે. ત્યારે આવા પોલીસકર્મીઓ માટે પાણી પીવા માટેની પણ બરાબર સુવિધા ન કરવામાં આવતા પોલીસકર્મીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગરમીના કારણે ગ્લાસના અભાવે ખોબે-ખોબે પાણી પીતા પોલીસકર્મીનો ફોટો વાયરલ થયો છે.

મતદાનના દિવસે લોકોમા જાગૃતિ આવે તે માટે ઘણી જગ્યાઓ પર વર-વધૂએ પણ લગ્ન પહેલા મતદાન કરીની લોકોને મતાધિકારનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. આ ઉપરાંત નેતાઓ પણ લોકોને મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ ચાલી ન શકતા વૃદ્ધો વ્હીલચેરની મદદથી અથવા તો લાકડીને ટેકે પણ ચાલીને મતદાન કરવા માટે જઈ રહ્યા હતા. રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ શહેરોની તુલનાએ ખૂબ સારું મતદાન થયું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો