સ્થાનિક સ્વરાજની અંતિમ તબક્કાની ચૂંટણી Live: 2 વાગ્યા સુધીમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં 36% મતદાન, ઠેરઠેર લાંબી કતારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-02-2021

2 વાગ્યા સુધીમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં 36 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે નગરપાલિકાઓમાં 33 ટકા મતદાન થયું છે. ઠેરઠેર લાંબી કતારો જોવા મળી રહી છે. આ વખતે સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો મતદાન કરી રહ્યાં છે. જો આવો જ માહોલ સાંજ સુધી રહ્યો તો આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થઇ શકે છે.

રાજ્યની (Gujarat) 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી (Local Body polls) આજે રવિવારે 28 ફેબ્રુઆરીના (Sunday, 28th February) રોજ યોજાશે. જ્યારે 2 માર્ચે મતગણતરી (Voting) હાથ ધરાશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22,200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થશે. આ ચૂંટણીમાં ભાજપ (BJP) અને કૉંગ્રેસ (Congress) વચ્ચે જંગ રહેશે. આ સાથે AAP, BSP અને AIMIM પણ ચૂંટણી લડી રહ્યાં છે. ચૂંટણીમાં મતદાનનો સમય સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓ સાંજના 5થી 6 વાગ્યા સુધીમાં મતદાન કરી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો