તા.2ના ચૂંટણી પરિણામો સાથે જ ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડ મેયર અને જિલ્લા-તાલુકા પંચાયતના નવા સુકાનીઓ નકકી કરવા માટે મળશે

ફરી એક વખત તખ્તો ગાંધીનગર ફેરવાશે: નવા ચહેરા પસંદ થવાની શકયતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-02-2021

રાજયમાં આવતીકાલે રવિવારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનું મતદાન થશે જેની મતગણતરી 2 માર્ચના રોજ યોજાશે. જો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે મેયર સહિતના હોદેદારોની પસંદગી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ટુંક સમયમાં જ મળશે જેમાં કયા મહાનગરમાં કોને મેયર તરીકે પસંદ કરવા તે અંગેની સમીક્ષા કરવામાં આવશે.

mamba jamba Multivitamin Gummies for Kids and Teens Vitamin

મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પુરી થઈ ગઈ છે અને ભાજપે મહાનગરપાલિકાઓમાં બહુમતી પ્રાપ્ત કરી લીધી છે ચૂંટણીઓ સંપન્ન થયા બાદ મહાનગરપાલિકાઓમાં મેયર સહીતના અન્ય હોદેદારોની પસંદગી પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચ દ્વારા પ્રક્રિયા પુરી થયાનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેના સાત દિવસની અંદર જ જોગવાઈઓ મુજબ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા બોર્ડની બેઠક યોજાશે. જો કે આવતીકાલે રવિવારના મતદાન પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મ્યુનીસીપલ કોર્પોરેશન મેયર સહિતના હોદેદારોની પસંદ કરવા માટે મહત્વની બેઠક કરશે.

ઉલ્લેખનીય છે કે ભાજપના આકરા ત્રણ નિર્ણયો બાદ મોટાભાગના ઉમેદવારો અને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતા.પરંતુ મહાનગરપાલિકાઓના પરિણામો ભાજપ તરફી આવતા ઉભો થયેલો અસંતોષ અચાનક જ શાંત થઈ ગયો છે. જેના કારણે મહાનગરપાલિકાઓમાં હવે મેયર સહીતના હોદેદારોની પસંદગી પ્રક્રિયામાં નારાજગીનું વાતાવરણ જોવા નહીં મળે તેવું ભાજપના જ સૂત્રો માની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મેયર સહીત અન્ય હોદેદારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ અપાયા બાદ રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ નામોની યાદી મોકલવામાં આવશે અને ત્યારબાદ જ મેયર અને હોદેદારોના નામની આખરી મહોર મારવામાં આવશે તેવા સંકેત છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો