દૂર દૂરથી આવે છે હજ્જારો ભાવિકજનો માતાજીના દર્શને
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-02-2021
આ વાત છે 1979 માં આવેલ મોરબી હોનારત દરમ્યાનની મોરબી હોનારત દરમ્યાન નદીવારા નાગડાવાસમાં ખુબ પ્રમાણમાં પાણી આવી ગયું હતું મછુના પાણી સમગ્ર ગામ માં ફરી વળ્યાં હતા સમગ્ર ગામ પાણીથી ઘેરાઈ ગયું હતું. જેથી નદીવારા ગામના રહેવાસીઓએ નદી કાંઠે થી થોડું દૂર એક ગામ વસાવવાનો નિર્યણ કર્યો જે ગામ આજે મધુપુર તરીકે જાણીતું છે મધુપુર ગામના નિર્માણ માટે આર.એસ.એસ. આગળ આવ્યું તથા સંસ્થા દ્વારા મધુપુર ગામના નિર્માણ માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી. એ સમયે ગામમાં મકાનો બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ કંપની દ્વારા ઘનશ્યામસિંહ દેવુભા જાડેજાને આપવામાં આવ્યો રોજ સાંજના સમયમાં મધુપુર ગામના તળાવના કાંઠે ઘનશ્યામસિંહ જાડેજા બેસતા હતા અને ગામની કામગીરી કરાવતા હતા એ સમય દરમ્યાન ગામના તળાવ અંદર પડી રહેલ એક વસ્તુ ઉપર એમની નજર પડતી હતી. એ જોતા હતા કે આજુબાજુ ના વિસ્તારો માં ખુબ મોટા પ્રમાણમાં પાણી હતા જેના લીધે મધુપુર તળાવ માં ઘણી વસ્તુઓ તણાઈ ને આવતી જતી હતી પરંતુ એક એવી ચીજ હતી જે લગભગ નવ દિવસ થી પાણીમાં એકજ જગ્યા ઉપર રહેતી હતી જેથી કરીને એ ચીજ ઉપર હંમેશા એમનું ધ્યાન જતું હતું એક દિવસ એમના કહેવાથી ગામના અમુક લોકો તળાવના પાણીમાં ઉતર્યા અને એ વસ્તુને બહાર લઈને આવ્યા. જયારે ઘનશ્યામ સિંહે જોયું તો એ એક મેલડી માનો ફોટો હતો.
જે જોઈ ને બધાને નવાઈ લાગી કે આટલા મોટા પાણીના વહેણ વચ્ચે પણ આ ફોટો એકને એક જગ્યા ઉપર રહેતો હતો. જેથી કરીને ઘનશ્યામ સિંહ દ્વારા તળાવને કાંઠેએ ફોટો મૂકીને એક નાની એવી માતાજી ની ડેરી ની સ્થાપના કરવામાં આવી. થોડા સમય બાદ ગામમાં રહેતા એક ભરવાડને માતાજી સપને ગયા અને જે પ્રમાણે ભરવાડની ઈચ્છા હતી એજ પ્રમાણે ગામની વચોવચ ભરવાડને માતાજીએ મકાન અપાવ્યું.
પછી તો માતાજી એક પછી એક ગામજનોની મનોકામનાઓ પૂર્ણ કરતા ગયા રોજ સાંજ ના સમયમાં ઘનશ્યામ સિંહ ગામજનો સાથે મંદિરે બેસતા ત્યારે તેમની સાથે માતાજી પણ નાગણી સ્વરૂપે લોકોને દર્શન આપતાં એક નાગણી તળાવને કાંઠે હરહંમેશ ઘનશ્યામસિંહ સાથે મંદિર માં જોવા મળતી હતી સમય સાથે ઘનશ્યામ સિંહનું અવસાન થયું એ સમય દરમ્યાન એમના દીકરા જયદેવસિંહની ઉંમર માત્ર નવ વર્ષની હતી પરંતુ માં મેલડી ની દયા અને આશીર્વાદથી જયદેવસિંહએ પોતાના પિતાજી નું અધૂરું સપનું પૂરું કર્યું. અને ત્યાં વ્યવસ્થિત રીતે એક મંદિર નું નિર્માણ કર્યું. આજે મધુપુર ગામમા ગામના તથા બહારના ઘણા લોકો દર્શન માટે આવે છે માતાજી બધાના મનોરથ પુરા કરે છે અને ધાર્યા કામો પાર પાડે છે
જયદેવસિંહ દ્વારા જયારે મંદિરનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે પણ માતાજી નાગણી સ્વરૂપે મંદિરમાં ત્રણ દિવસ સુધી બિરાજમાન રહ્યા હતા જે પરચો આખા ગામે જોયો હતો આજ પણ જયારે જયદેવસિંહ દ્વારા મંદિર માં કોઈ કાર્ય કરવામાં આવેછે ત્યારે માતાજી નાગણી સ્વરૂપે ત્યાં પોતાની હાજરી આપે છે
આજે પણ હર રોજ મધુપુર રામપર નાગડાવાસ બાદૂરગઢ તથા મોરબીના ઘણા લોકો રોજ સવાર સાંજ માતાજીના દર્શન માટે મધુપુર મેલડી માતાજીના મંદિરે આવે છે અને માતાજીના દર્શન કરીને માતાજીને વિનવે છે પાળવારા મેલડીમાં નું નામ આજે સમગ્ર વિસ્તારમાં જાણીતું બન્યું છે મધુપુર ગામના લોકો પણ દિવસ રાત મંદિર માટે તથા મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે સેવાના કામોમાં વળગેલા રહે છે આજે પણ માં મેલડી મધુપુર ગામની રક્ષા કરે છે તથા માતાજીની પાળે આવેલ હર એકની મનો કામનાઓ માતાજી પૂર્ણ કરેછે આવા તો માતાજી ના અનેક પરચાઓ છે જે આજે પણ મધુપુર ગામમાં રહેતા લોકોના મોઢે સાંભળવા મળે છે. આવા કલયુગમાં પણ આજે માતાજી મેલડીમાં હાજરા હજુર છે જેનો પુરાવો મધુપુર ગામ માં જોવા મળે છે. આ ગામના લોકોમાં આ મંદિર ખુબજ મોટું આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો