ફાયર સેફ્ટીનું પાલન કરો અથવા હોસ્પિ. બંધ કરો: HC

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-02-2021

ફાયર સેફ્ટીવિહોણી ઈમારતો, શાળાઓ અને હોસ્પિટલ્સ સામે કડક કાર્યવાહીનો રાજ્ય સરકારને હાઈકોર્ટનો આદેશ

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં કોરોનાનાં દર્દીઓ મોતને ભેટ્યા હતા જેના પછી રાજ્યમાં ફાયરનાં નિયમોને લઇ હાઇકોર્ટ માં એક અરજી થઇ હતી જેના પછી ગુજરાત હાઇકોર્ટે પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના ફાયર અને ઈમરજન્સી સર્વિસને લઇ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો. અને તેના પછી રાજ્ય સરકારે પણ તાબડતોડ ટીમો બનાવી તમામ બિલ્ડીંગો અને હોસ્પિટલો અને શાળાઓમાં દરોડા પાડી ફાયરનાં નિયમો અંગે નોટિસો પણ પાઠવી હતી. પરંતુ આ મામલે હજુ સુધી યોગ્ય કાર્યવાહી થઇ નથી. જેના કારણે ગુજરાત હાઇકોર્ટે ફાયર સેફ્ટીને લઈ કડક વલણ અપનાવ્યું હતું.

રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટ ની અમલવારીને લઈને ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવતા રાજ્યના શાળાઓ અને હોસ્પિટલોને ખખડાવતા કહ્યું કે, કોઈ ના જીવના જોખમે હોસ્પિટલો અને શાળાઓ ધંધો કરી શકશે નહીં. ત્યાં જ શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆત કોર્ટે ફગાવી હતી. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશનને હાઇકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, ફાયર સેફટીનાં નિયમોનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરી દો. ફાયર સેફટી વગરની ઇમારતો ફેક્ટરીઓ શાળાઓ અને હોસ્પિટલો સામે કડક

કાર્યવાહી કરવા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.

જણાવી દઇએ કે, હાઇકોર્ટમં એક અરજી કરેલ એક અરજદારનો દાવો છે કે, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટિ મેજર્સ એક્ટ-2013ના અમલ અંગેના રાજ્ય સરકારના દાવા પોકળ છે. અને છેલ્લા પાંચ વર્ષમાં ફાયર સેફ્ટિના કાયદાના અમલના નામે માત્ર પાંચ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. રાજ્ય સરકારે બનાવેલી સિસ્ટમ માત્ર કાગળ પર જ છે. ફાયર ડિવિઝનમાં ઓપરેશનલ ફોર્સ જ ઉપલબ્ધ કરાવાઈ નથી. ફાયર વિભાગમાં તાલીમની કોઈ વ્યવસ્થા નથી.

નોંધનિય છે કે, ભૂતકાળમાં, ફાયર સેફ્ટીના સંદર્ભે હાઈકોર્ટે જે આદેશ કરેલા છે, તે તમામ આદેશોનું પાલન કરાવો. અમદાવાદમાં 2022 હોસ્પિટલ્સમાંથી માત્ર 91 હોસ્પિટલ્સ પાસે જ ફાયર સેફ્ટિનુ એનઓસી છે. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે આદેશ કરેલો છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નેશનલ બિલ્ડિંગ કોડ હેઠળ તમામ સરકારી ભવનો, ખાનગી શાળાઓને ફાયર સેફ્ટીના સાધનોથી સજ્જ કરો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો