ગુજરાતમાં 250 રૂપિયામાં મળશે કોરોના વેક્સીન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-02-2021

હવે સામાન્ય માણસોને પણ કોરોનાની વેક્સીન મળશે. 1 માર્ચથી ગુજરાતમાં 250 રૂપિયામાં વેક્સીન (corona vaccine) મળશે. જેમાં 100 રૂપિયાના પ્રોસેસિંગ ચાર્જ સાથે 250 રૂપિયામાં વેક્સીન મળશે. તો સરકારી હોસ્પિટલોમાં અને સરકારી વેક્સીન સેન્ટરોમાં વિનામૂલ્યે મળશે. કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનના એક ડોઝની કિંમત 150 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેમજ ખાનગી હોસ્પિટલમાં 100 રૂપિયા વહીવટી ચાર્જ અને વેક્સિનની કિંમત 150 રૂપિયા મળીને કુલ 250 રૂપિયામાં વેક્સીન મળી જશે.

કોરોના વોરિયર્સને ભારત સરકાર તરફથી વેક્સિનેશન આપવાનું કામ સમગ્ર દેશમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને બીજા તબક્કામાં કરવાની હતી એ પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ 1 માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના લોકો અને ૪૫ વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે તેમને વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. હાર્ડ ફીવર, હૃદયને લગતા રોગો, જન્મજાત હૃદયરોગ, હાઈપોટેન્શન, ડાયાબિટીસ હોય કેન્સર સિક્લસેલ, બોનમેરો ફેલ્યોર, એચઆઈવી પ્રકારના રોગોને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસર આઈડેન્ટિફાઈડ્ કરે તેવા 45 વર્ષના ઉંમરના લોકોને પણ વેક્સીન આપવામાં આવશે. આ માટે એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પહેલા અઠવાડિયામાં 500 જેટલા સેન્ટરમાં વેક્સીનેશન (corona vaccine) શરૂ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો