Breaking News> રાજકોટ-જામનગર હાઇવે પર નાગેશ્વર વિસ્તાર પાસે કાર અને એક્ટિવા સાથે અકસ્માત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-02-2021

(હર્ષ રાચ્છ) હાલમાં જ મળતા સમાચાર મુજબ આજે રાત્રે 11:20 ની આસપાસ રાજકોટ-જામનગર હાઇવે પાસે નાગેશ્વર વિસ્તાર પાસે એક કાર દુર્ઘટનાગ્રસ્ત થયેલી છે.

પ્રાપ્ત વિગત મુજબ આ રોડ પરથી કોઈ એક્ટિવા ચાલકનું કાર સાથે અકસ્માત થયેલ છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઉપસ્થિત લોકોના કહેવા મુજબ અહીંથી એક્ટિવા ચાલાક શખ્સ નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હોય બેલેન્સ ગુમાવતા પાછળ આવી રહેલ કાર સાથે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલાક ગંભીર રીતે ઘાયલ થયેલ હોવાનું જાણવા મળેલ છે.

ઘટનાની જાણ 108 અને પોલીસને કરી દેવાઈ છે. વધુ વિગત મેળવાઈ રહી છે. (તસ્વીર: હર્ષ રાચ્છ, રાજકોટ)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો