વોટ્સએપથી કરી શકશો મ્યુચુઅલ ફંડમાં રોકાણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-02-2021

જો તમે પૈસા બચાવવા માટે એસઆઈપી (SIP) કરાવવા માંગતા હોય, પરંતુ કેવી રીતે શરૂઆત કરવી તે સમજાતું નથી, તો યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ (UTI Mutual Fund) દ્વારા તમારા જેવા રોકાણકારો માટે વોટ્સએપ(WhatsApp ) ચેટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. તમે ચેટથી કનેક્ટ થઈને સેવાઓ વિશે પૂછી શકો છો અને 24 કલાક તમારા રોકાણ પર નજર રાખી શકો છો, રોકાણ વિશેની માહિતી મેળવી શકો છો.

આ WhatsApp નંબર પર SIP થશે

UTI Mutual Fundએ એક એડવાન્સ વ્હોટ્સએપ ચેટ સેવા શરૂ કરી છે, જેનો નંબર +91-7208081230 છે. આ સેવા રોકાણકારો સાથે સારા સંપર્ક અને સુવિધા માટે શરૂ કરવામાં આવી છે. UTI Mutual Fundનું કહેવું છે કે આ વિશિષ્ટ સેવા તેમના હાલના ગ્રાહકો અને નવા ગ્રાહકો બંને માટે છે.

24X7 મળશે WhatsApp ચેટ સુવિધા

WhatsApp મેસેજિંગ એપ્લિકેશન રોકાણકારોને ઓટોમેટેડ ઈન્વેસ્ટર સપોર્ટ માટે ખુબ જ સરળ અને સુવિધાજનક રીતે 24X7 માહિતી પ્રદાન કરશે. જેનાથી કંપનીની માર્કેટિંગ અને ઈન્વેસ્ટર સપોર્ટ સર્વિસને પણ મજબૂત બનાવશે.

30થી વધુ કાર્યો થઈ શકશે

WhatsApp ચેટ સેવા રોકાણકારોને ચેટ દ્વારા અપડેટ્સ આપશે અને સમજ વધારવા માટે માહિતીવાળા ગ્રાફિક્સ પણ પ્રદાન કરશે. જેના દ્વારા રોકાણકારો કંપનીની પ્રોડક્ટમાં તેમની રુચિ બતાવશે અને વધારાની માહિતી માટે પૂછશે. રોકાણકારો આ સેવામાં 30થી વધુ કામ કરી શકે છે. જેમ કે SIP રોકાણ, SWP, STP, SIP Pause,, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ અપડેટ્સ વગેરે.

WhatsApp પર મળશે આ સેવા

શાખામાં ગયા વિના 24X7 લાઈવ ચેટ અસિસ્ટેંટની સુવિધા મળશે

તમારી વાતચીત સંપૂર્ણ રીતે એનક્રિપ્ટેડ રહેશે, એટલે કે ડેટા લીકેજની કોઈ સમસ્યા નહીં.

NAV, પોર્ટફોલિયો વિગતો, એકાઉન્ટ અને Capital gains statements, UFS એડ્રેસ જેવી સેવાઓ મળશે

મ્યુચ્યુઅલ ફંડ્સ, એસઆઈપી અને ઇન્ડેક્સ ફંડ્સ વિશેની માહિતી મળશે.

મ્યુચ્યુઅલ ફંડ્સ પરના નિષ્ણાતોના લેખો, વીડિયો પણ મળશે

રોકાણ લક્ષ્યો માટે કેલ્ક્યુલેટર, જોખમની સંભાવનાઓ વિશે જાણી શકશો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો