સૌરાષ્ટ્રની જિ.પં., તા.પં., ન.પા.માં આજે પ્રચાર પડઘમ શાંત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-02-2021

રવિવારે યોજાનાર ચુંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો અને તાલુકા પંચાયતની 202 બેઠકો માટે 586 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. એક અઠવાડીયા સુધી પ્રચારનું વાવાઝોડુ ફુક્યા બાદ આજે સાંજથી પ્રચારના ભુંગળા બંધ થઈ જશે. મતદારોને આકર્ષવા માટે મુરતીયાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને પ્રચાર સંગ્રામ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. છેલ્લી ઘડી સુધી લડી લેવાના મુડામાં રહેલા ઉમેદવારો સતત સભા, રેલી અને સરઘસ કાઢી મતદારોને રિઝવી રહ્યા છે.

મહાપાલિકાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓમાં મતદાન આડે હવે બે જ દિવસ બાકી રહયા છે ત્યારે પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સોૈરાષ્ટ્રની 11 જિલ્લા પંચાયતોની 310 અને 70 તાલુકા પંચાયતોની 1પ00 બેઠકો અને 18 નગર પાલિકાઓની ચૂંટણીઓ માટે આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે.

પંચાયતોની ચૂંટણીમાં ભાજપ – કોંગ્રેસે સહિતનાં રાજકીય પક્ષોએ છેલ્લા દિવસોમાં તમામ તાકાત કામે લગાડી છે. આમ આદમી પાર્ટી પંચાયતોમાં સરેરાશ રપ ટકા જેટલી બેઠકો લડી રહી છે. માહાપાલિકાની ચૂંટણીનાં પરિણામો બાદ જયાં આપ મેદાનમાં છે ત્યાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહયો છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાં આપ નાં ર1 ઉમેદવારો મેદાનમાં છે. જેતપુર તાલુકા સહિતની બેઠકોમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. મહાપાલિકામાં આપ કોંગ્રેસને નડી જતા હવે પંચાયતોમાં મતોનું વિભાજન અટકાવવા કોંગ્રેસે કમર કસી છે. જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આવતીકાલે શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે ત્યાર બાદ ડોર ટુ ડોર બેઠકોનો દોર શરુ થશે. મહાપાલિકાનાં પરિણામો બાદ ભાજપની છાવણી ગેલમાં છે જયારે કોંગ્રેસ હવે વધુ નુકશાન અટકાવવા પ્રયાસ કરે છે. દરમિયાન આજે રાજય ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસરો સાથે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી બેઠક કરી ચૂંટણી અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. કોરોનાની ગાઈડ લાઈન માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. કોરોનાનાં દર્દીઓ માટે મતદાન માટે છેલ્લી એક કલાક ફાળવવામાં આવી છે જો કે એ માટે આગલા દિવસ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. સ્ટાફ માટે પણ પ્રોટોકોલ નકકી કરાયો છે.

કુલ 1146 મતદાન કેન્દ્રોમાંથી 396 બુથ સંવેદનશીલ જિલ્લામાં ચૂંટણી માટે સજ્જડ બંદોબસ્ત, 3 હજાર સશસ્ત્ર જવાનો ખડેપગે

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવા 17 ક્યુઆરટી ટીમ અને 68 મોબાઈલ પેટ્રોલીંગ કરશે

ચૂંટણીના દિવસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે હેતુથી 18 ક્યુઆરટી ટીમ અને 68 સેક્ટર મોબાઈલ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવશે તથા બંદોબસ્તનું સુપરવિઝન ડીવાયએસપી કક્ષાના ચાર અધિકારીઓની ટીમ દ્વારા કરાશે. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા સ્ટ્રાઈકીંગ ફોર્સ કે જેમાં એલસીબી, એસઓજી અને સીઆઈએસએફના જવાનોને એલર્ટ રાખવામાં આવ્યા છે.

જિલ્લામાં આગામી રવિવારે મતદાન યોજાનાર છે. જેના માટે 1146 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. 11 તાલુકામાં કુલ 658 બિલ્ડીંગમાં મતદાન મથકો બનાવાયા છે. જેમાંથી 396 સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ 72 મતદાન મથકો છે. આવા મતદાન મથકો ઉપર વિડીયોગ્રાફી તથા વધારાની ફોર્સની ફાળવણી કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો