ઓછું હતું તે રેલવેએ પણ ભાડાં વધારો કર્યો

Indian Railways en-route to becoming Green Railway by 2030

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-02-2021

ભારતીય રેલ્વેએ યાત્રી ટ્રેનોના ભાડામાં વધારો કર્યો છે. રેલ્વે દ્વારા જારી નિવેદન અનુસાર ઓછા અંતરની ટ્રેનોના ભાડામાં વધારો કર્યો છે. રેલ્વેનો ભાદા વધારવા પાછળનો તર્ક એ છે કે, કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખતા ભાડામાં ભાવ વધારો કરાયો છે. જેથી ટ્રેનોમાં વધારે લોકો ન ચડે. રેલ્વે દ્વારા વધારેલા ભાડાની અસર 30-40 કિમી ,સુઘીની સફર કરનારા યાત્રિઓ પર પડશે. રેલ્વેએ જણાવ્યું કે, વધતા ભાડાની અસર માત્ર 3 % ટ્રેનો પર પડશે. ઈન્ડિયન રેલ્વેએ કહ્યું કે, કોવિડનો પ્રકોપ હાલ પણ જોવા મળે છે અને વાસ્તવમાં અમૂક રાજ્યોમાં કોવિડની સ્થિતિ બગડી રહી છે. એવામાં વધતા ભાડાને ટ્રેનોમાં ભીડ રોકવા અને કોવિડના ફેલાવાને રોકવા માટે રેલવેની સક્રિયતાના રૂપમાં જોવામાં આવે છે. રેલ્વે અનુસાર, પહેલાથી જ યાત્રીઓને દરેક યાત્રામાં મોટુ નુકસાન ઉઠાવવું પડે છે. ટિકીટો પર ભારે સબસિડી આપવામાં આવી રહી છે. રેલવે અનુસાર વધેલી કિંમતોને સમાન અંતર સુધી દોડનારી મેલ/એક્સપ્રેોસ ટ્રેનોના ભાડાના આધારે નક્કી કરવામાં આવી છે. એટલે કે હવે યાત્રીઓને ઓછા અંતરની યાત્રા માટે પણ

મેલ/એક્સપ્રેસ બરાબર ભાડુ ચુકવવુ પડશે. તેવામાં 30થી 40 કિલોમીટર સુધીની યાત્રા કરનાર પેસેંજર્સને હવે વધુ ભાડુ ચુકવવુ પડશે. જણાવી દઇએ કે કોરોના વાયરસના ફેલાવને રોકવા માટે ભારતીય રેલવેએ 22 માર્ચ, 2020એ ટ્રેનોના સંચાલનને બંધ કરવુ પડ્યુ હતું.

વર્તમાનમાં કુલ 1250 મેલ/ એકસપ્રેસ, 5350 ઉપનગરીય રેલ સેવા અને 326થી વધુ યાત્રી ટ્રેનો દરરોજ દોડી રહી છે. અને તેમાં ઓછા અંતરની યાત્રી ટ્રેનોની કુપલ સંખ્યા કુલ રેલગાડીઓના 3 ટકાથી પણ ઓછી છે. રેલ્વે કોવિડની પડકારજનક સ્થિતી દરમ્યાન પણ ટ્રેનોને ચલાવી રહ્યા હતા. કેટલીક ટ્રેનોને લોકોના લાભ માટે ઓછા યાત્રિઓ હોવા છતા પણ ચલાવાય રહી હતી.

સ્ટેશનો અને ટ્રેનોમાં ભીડ નિયંત્રણ કરવા માટે કોવિડથી પહેલાના સમયની તુલનામાં યાત્રી ટ્રેનોના ભાડામાં વધારો કર્યો છે. અને તેના સંરક્ષણ પણ બાજ નજર રાખવામાં આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો