સામાન્ય જનતાને મોટો આંચકો! આજે ફરી વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ, 3 મહિનામાં 200 રૂપિયા સુધી થયો મોંઘો, જાણો નવા ભાવ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-02-2021

ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વાર વધ્યો LPG સિલિન્ડરનો ભાવ, હવે કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ

સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) સામાન્ય જનતાને ફરી એક મોટો આંચકો આપ્યો છે. ઓઇલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ (Gas Cylinder Price)માં ફરી એક વાર વધારો કરી દીધો છે. ત્યારબાદ સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. વધેલા ભાવ આજે 25 ફેબ્રુઆરી 2021તની લાગુ થઈ ગયા છે. નોંધનીય છે કે આ મહિને ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. સબ્સિડી વગરના સિલિન્ડરના ભાવમાં આજે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વાર ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. સરકારે 4 ફેબ્રુઆરીએ LPGના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ફરી એક વાર સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. અને હવે ત્રીજી વાર છે જ્યારે ફરીથી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

1 ડિસેમ્બરે ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થયો હતો. 1 જાન્યુઆરીએ ફરીથી 50 રૂપિયા વધી ગયા. ત્યારબાદ 644 રૂપિયાવાળો સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા થઈ ગયો. 4 ફેબ્રુઆરીના ભાવ વધારા બાદ તેની કિંમત 644થી વધીને 719 રૂપિયા થઈ ગઈ છે. 15 ફેબ્રુઆરીએ 719 રૂપિયાથી 769 રૂપિયા થઈ અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયાના વધારાની સાથે તેની કિંમત 769 રૂપિયાથી 794 રૂપિયા થઈ ગઈ છે.

નોંધનીય છે કે, દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર થાય છે. આ વખતે પહેલી ફેબ્રુઆરીએ માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 190 રૂપિયાનો વધારો થયો હતો. આ ભાવવધારાની સાથે દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ 1533 રૂપિયા, કોલકાતામાં 1598.50 રૂપિયા, મુંબઈમાં 1482.50 રૂપિયા અને ચેન્નઈમાં 1649 રૂપિયા થઈ ગયો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો