મહાપાલિકામાં 1 વોર્ડમાં ચાર કોર્પોરેટરની વ્યવસ્થા બરાબર: કોંગ્રેસની અરજી ફગાવતી સુપ્રીમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-02-2021

ગુજરાતમાં મહાપાલિકા દરેક વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરની વ્યવસ્થાને પડકારતી રીટ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે. 2015ની રાજયની મહાપાલિકાની ચૂંટણી સમયે વડોદરા કોંગ્રેસના અગ્રણી શ્રી નરેન્દ્રભાઈ રાવત દ્વારા આ અરજી કરવામાં આવી હતી. જેમાં એક વોર્ડનું પ્રતિનિધિત્વ એકજ વ્યક્તિ કરી શકે તેવી દલીલ સાથે તર્ક નવા રજુઆત કરીને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમો ટાંકી હતી. જોકે સર્વોચચ્ચ અદાલતમાં આ અંગે સુનાવણી બાદ ચૂકાદો મુલત્વી રખાયો હતો અને હવે આજે ચૂકાદો જારી કર્યો હતો જેમાં 1 વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરની વ્યવસ્થા યથાવત રાખી છે.રાજયમાં 2015ની ચૂંટણી બાદ 2021ની ચૂંટણી પણ આજ ફોર્મ્યુલા મુજબ યોજવામાં આવી છે અને તમામ મહાપાલિકામાં વોર્ડ દીઠ ચાર કોર્પોરેટર ચૂંટાય છે જેમાં બે મહિલા અનામતની પણ વ્યવસ્થા છે તથા અન્ય જે કોઈ અનામત વ્યવસ્થા છે તે પણ લાગુ પડે છે. સુપ્રીમના ચૂકાદાથી હવે આ વિવાદનો અંત આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો