મોરબી: સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની ક્રિકેટ સ્પર્ધામાં નેશનલ લેવલે પસંદગી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-02-2021

સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની ક્રિકેટ સ્પર્ધામાં નેશનલ લેવલે પસંદગી
રમત-ગમત તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હરહંમેશા અગ્રેસર સાર્થક વિદ્યામંદિર-મોરબીના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ(2020-21)માં ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન આગ્રા-ઉત્તરપ્રદેશ ખાતે તા: 9 થી 11 ફેબ્રુઆરી-2021 દરમિયાન થયું હતું. જેમાં ગુજરાત ટીમ દ્વારા સ્પર્ધા દરમિયાન ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપમાં સાર્થક વિદ્યામંદિર મોરબીના વિદ્યાર્થીઓ વાળગોતર ધવલ, કાલરીયા પ્રશાંત, ચૌહાણ યુવરાજ, કાટીયા દિવ્યેશ, ઝાલા મિતરાજની પસંદગી થયેલ હતી.આ ઉપરાંત ગુજરાત ટીમમાં મસોત કેવલ, લિખીયા અભિષેક, જાદવ નિખિલ, કણસાગરા મયુર, ગણેશભાઈ, પરમાર રાજકુમાર, જાડેજા શિવપાલસિંહ વગેરે ખેલાડીઓની પસંદગી થયેલી હતી. ખેલાડીઓએ આ સિદ્ધિ માટે કોચ તેમજ શાળા પરિવારના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો હતો.સાથે સાથે સંસ્થાના સંચાલક શ્રી કિશોરભાઈ શુક્લએ કોચ શૈલેષભાઇ પરમારને તેમજ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્ય માં ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા આપી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો