અમદાવાદ: વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું, હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ તરીકે ઓળખાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-02-2021

અધિકારીક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદીના નામે રાખવામાં આવશે

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દેશને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની ભેટ આપી છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ (Motera Stadium) જેને આપણે મોટેરા સ્ટેડિયમથી ઓળખીએ છીએ તેનું નામ બદલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નામ પર રાખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામ રાખવામાં આવ્યું છે. આ પહેલું એવું સ્ટેડિયમ કે ઇમારત હશે જેને પીએમ મોદીનું નામ આપવામાં આવ્યું છે.

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિમના નિર્માણનુું સપનું દેશના હાલના વડાપ્રધાન મોદીએ જોયું હતું. પરંતુ જ્યારે આ સપનું જાયું ત્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયે સરદાર પટેલ સ્ટેડિયમ લગભગ 25 વર્ષ જૂનુ થઈ ચુક્યું હતું. એક ભાગ જર્જરિત થયો હતો, જેથી સ્ટેડિયમ તોડવું કે નહી તેને લઈ અસમંજસતા હતો. ત્યારે પીએમ મોદી સ્ટેડિયમના નવ નિર્માણનો રસ્તો ખુલ્લો મૂક્યો હતો.

સરદાર પટેલ સ્ટેડિયમ માટે વડાપ્રધાન મોદીની વિશેષ દિલચસ્પી હતી. સ્ટેડિયમના નવનિર્માણ માટે તેઓએ દુનિયા તમામ સ્ટેડિયમોની જાણકારી મેળવી અને બાદમાં તે નિર્ણય કર્યો કે, મોટેરા સ્ટેડિયમને ના માત્ર વિશ્વનું મોટું સ્ટેડિયમ બનાવવામાં આવે પરંતુ તે વિશ્વનું સૌથી સુંદર સ્ટેડિયમ પણ બને.જેને લઇને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ અને તેમની ટીમ સતત કાર્યરત રહી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો