(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-02-2021
વોટસએપ નવી પ્રાઈવેસી પોલીસી 8 ફેબ્રુઆરીએ લાગુ કરવાની હતી પરંતુ વિવાદ બાદ કંપનીએ પ્રાઈવસીને મે સુધી ટાળી દીધી હતી. હવે ફરીથી પ્રાઈવસીને લઈને વોટસએપે નોટીફીકેશન જાહેર કર્યું છે, જે મુજબ વોટસએપની પ્રાઈવસી પોલીસી 15 મે 2021થી લાગુ થવા જઈ રહી છે. હવે મેમાં લાગુ થનારી વોટસએપની પોલીસીને લઈને પણ વિવાદ શરુ થયો છે, કારણ કે જો આપ વોટસએપની નવી પોલીસી 15 મે સુધીમાં સ્વીકાર નથી કરતાં તો ત્યારબાદ ન તો આપ મેસેજ મોકલી શકશો કે ન તો મેળવી શકશો. વોટસએપે જણાવ્યું હતું કે જે લોકો નવી શરતો નહીં સ્વીકારે તેમનું એકાઉન્ટ ઈનએકટીવ દેખાશે અને ઈનએકટીવ એકાઉન્ટ 120 દિવસ બાદ ડિલીટ થઈ જશે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો