ગુજરાતમાં સરેરાશ 42 ટકા મતદાન, તમામ પક્ષોના પ્રયાસો છતા મતદાન ફિક્કું રહ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-02-2021

રાજ્યમાં આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા. તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે કોરોનાને કારણે મતદાન પ્રમાણમાં ધીમું રહ્યું. આ ઉપરાંત યુવાનોમાં પ્રમાણમાં ખુબ જ નિરસતા રહી હતી. તેઓ મતદાન કરવા માટે જ આવ્યા ન હોય તેવો માહોલ હતો.

તમામ પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતા પણ મતદાન થયું નહોતું. સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 42.37 ટકા મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યે બુથ પર આવી ગયેલા લોકોને મોડે સુધી મતદાન કરવા દેવામાં આવ્યું હતું. જો કે તેમ છતા પણ મતદાન ખુબ જ નિરસ રહ્યું હતું. સૌથી વધારે જામનગર 51.37 અને સૌથી ઓછું અમદાવાદમાં 38.73 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં 43.66, રાજકોટમાં 47.27, વડોદરામાં 43.53 અને સુરતમાં 43.82 ટકા મતદાન થયું હતું.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો