મતદાન ન કરતા શિક્ષિત લોકોએ આ કચરો વીણતી મહિલા પાસેથી શીખવું જોઈએ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-02-2021

અનેક શિક્ષિત મતદારો એવા છે જેઓ મતદાનથી દૂર રહે છે. પરંતુ કચરો ઉપાડતી મહિલા કોઈ પણ જાતના સ્વાર્થ વિના દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરે છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તેવામાં શહેરમાં કેટલાક એવા લોકો છે કે જે શિક્ષિત હોવા છતાં મતદાન કરતા નથી. આવા લોકો એ કચરો વીણતી મહિલા પાસેથી શીખવાની જરૂર છે. રાંદેર વિસ્તારમાં કચરો વીણતી મહિલાએ સૌ પ્રથમ મતદાન ર્ક્યું હતું અને ત્યાર બાદ પોતાનું કચરો વીણવાનું કામ શરુ કર્યું હતું. લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરિત પણ કર્યા હતા.

સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં અનેક શિક્ષિત મતદારો મતદાન નથી કરતા. મતદાન પ્રત્યે ઉદાસીન રહેતા આવા મતદારો માટે સુરતની એક અભણ મહિલા ઉદાહરણરૂપ બની ગઈ છે. કચરો વીણી જીવન ગુજારતી આ મહિલાએ પહેલા મતદાન કર્યા બાદ પોતાનું કામ પણ શરૂ કર્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો