લોકરમાં ગડબડી બદલ બેન્ક જવાબદાર ગણાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-02-2021

સુપ્રીમ કોર્ટએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને બેન્કોમાં લોકર સુવિધા પ્રબંધનના સંદર્ભમાં છ મહિનાની અંદર નવો નિયમ લાવવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ કહ્યું કે બેન્ક લોકરના ઓપરેટિંગને લઇ તમારા ગ્રાહકોથી મોં ફેરવી શકો નહીં. ન્યાયાધીશ એમએમ શાંતનગૌડર અને ન્યાયાધીશ વિનીત સરનની બેન્ચે કહ્યું કે વૈશ્વીકરણની સાથે બેન્ક સંસ્થાઓએ સામાન્ય લોકોના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા પ્રાપ્ત કરી છે. તેના લીધે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય આર્થિક લેવડ-દેવડ કેટલાંય ઘણી વધવાની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકો ઘરો પર તરલ સંપત્તિ (રોકડ, દાગીના વગેરે) રાખવાથી ખચકાઇ રહ્યા છે કારણ કે આપણે ધીમે-ધીમે રોકડ રહિત અર્થતંત્રની તરફ આગળ વધી રહ્યા છીએ. બેન્ચે કહ્યું કે આથી બેન્કો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતું લોકર ચોક્કસ સેવા બની ગયું છે. આ પ્રકારની સેવાઓ નાગરિકોની સાથે વિદેશી નાગરિક પણ મેળવી શકે છે. કોર્ટે કહ્યું કે જો કે ઇલેક્ટ્રોનિકલી ઓપરેટિંગ લોકરનો વિકલ્પ છે, પરંતુ તેમાં ગડબડી થઇ શકે છે. સાથો સાથ જો ટેકનિકલી માહિતી નથી તો તેના માટે આવા લોકરને ઓપરેટ કરવા મુશ્કેલ બની જાય છે.

બેન્ચે કહ્યું કે ગ્રાહક સંપૂર્ણપણે બેન્ક પર આશ્રિત છે, જે તેમની સંપત્તિના રક્ષણ માટે ખૂબ જ સક્ષમ પક્ષ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં

બેન્ક આ કેસમાં મોં ફેરવી શકે નહીં અને એ દાવો ના કરી શકે કે લોકરના ઓપરેટ માટે તેઓ પોતાના ગ્રાહકોના પ્રત્યે કોઇ જવાબદારી ના રાખી શકે. બેન્ચે કહ્યું કે બેન્કોના આ પ્રકારના પગલાં માત્ર ગ્રાહક સંરક્ષણ કાયદાના સંબંધિત જોગવાઇઓનું ઉલ્લંઘન છે, પરંતુ રોકાણકારોનો ભરોસો અને એક ઉભરતા અર્થતંત્ર તરીકે આપણી શાખને નુકસાન પહોંચાડે છે.

કોર્ટે કહ્યું કે આથી એ જરૂરી છે કે આરબીઆઈ એક વ્યાપક દિશાનિર્દેશ લાવે જેમાં એ અનિવાર્ય હોય કે લોકરના સંદર્ભમાં બેન્કોને શું પગલાં ભરવાના છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બેન્કોને એ સ્વતંત્રતા ના હોવી જોઇએ કે તેઓ ગ્રાહકો પર એકતરફી અને અનુચિત શરતો થોપે. બેન્ચે કહ્યું કે તેને ધ્યાનમાં રાખતા આપણે આરબીઆઇને એ આદેશના છ મહિનામાં આ સંદર્ભમાં ઉપયુકત નિયમ બનાવાનો નિર્દેશ આપે છે. કોર્ટનો આ નિર્ણય કોલકત્તાના અમિતાભ દાસગુપ્તાની અપીલ પર આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો