WhatsApp પર આવી રહ્યું છે કમાલનું ફિચર, Facebookની જેમ કરી શકશો Logout

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-02-2021

વોટ્સએપ સમય સમય પર પોતાની એપમાં અપડેટ લાવે છે. હવે વોટ્સએપ પોતાના ફિચરમાં LogOut અપડેટ લાવી રહ્યું છે જો તમે દિવસભર વોટ્સઅપ (WhatsApp) પર મેસેજ આવવાથી પરેશાની થઈ ગયા છો તો હવે તમારા માટે ઇંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સએપ નવું ફિચર (WhatsApp New Log Out Feature) લઈને આવી રહ્યું છે. જ્યાં તમે ફેસબુક અને ટ્વિટર જેવા અન્ય સોશિયલ સાઇટ્સની જેમ લોગઆઉટ કરી શકશો. તમને જણાવી દઈએ કે વોટ્સએપ સમય સમય પર પોતાની એપમાં અપડેટ લાવે છે. હવે વોટ્સએપ પોતાના ફિચરમાં LogOut અપડેટ લાવી રહ્યું છે. યૂઝર્સ પોતાના ફોન પર એપથી જ ડાયરેક્ટ લોગ આઉટ કરી શકશે. WABetaInfoના મતે આ ફિચરને હજુ પબ્લિક કર્યું નથી અને ટેસ્ટફ્લાઇટ બીટા પ્રોગ્રામ અંતર્ગત અપડેટ કરવામાં આવ્યું છે.

મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચર રહેશે – Wabetainfoના રિપોર્ટ પ્રમાણે આઈઓએસ (IOS)યૂઝર્સ માટે વોટ્સએપનું નવું બીટા વર્ઝન 2.21.30.16 સામે આવ્યું છે, જેમાં LogOut ફિચર આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે આ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચરનો હિસ્સો હશે અને તેની મદદથી યૂઝર્સ અલગ-અલગ ડિવાઇસથી પોતાનું વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરી શકશે

વોટ્સઅપનું નવું લોગઆઉટ ફિચર વોટ્સએપ મેસેન્જર અને વોટ્સએપ બિઝનેસ વર્ઝનમાં આપવામાં આવશે. આ એપલ યૂઝર્સ અને એન્ડ્રોઇડ યૂઝર્સ બંનેને મળશે. જ્યા સુધી ઓફિશિયલ રીતે આ ફિચરનો સમાવેશ નહીં કરાય ત્યાં સુધી આ ફિચરની આતુરતા રહેશે. આ આવવાથી વોટ્સએપ સાથે હંમેશા સાથે જોડાઇ રહેવાની આદતમાં પણ સુધારો થશે

આ ફિચર કેવી રીતે કરશે કામ, જાણો – રિપોર્ટ પ્રમાણે આમાં યૂઝર્સ ચાર સ્માર્ટફોનમાં એક એકાઉન્ટને ચલાવી શકે છે અને આ માટે પ્રાઇમરી ડિવાઇસમાં એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂરત રહેશે નહીં. લોગઆઉટ ફિચરની મદદથી યૂઝર્સ જે ડિવાઇસમાં ઇચ્છે ત્યાં પોતાનું એકાઉન્ટ લોગઆઉટ કરી શકે છે. તેના આવવાથી આશા કરવામાં આવી રહી છે કે મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચર માટે યૂઝર્સે વધારે રાહ જોવી પડશે નહીં. વર્તમાનમાં વોટ્સએપ ફક્ત વેબ વર્ઝનમાં લોગઆઉટનું ફિચર આપ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો