પેટ્રોલ રૂ.100ને પાર : PM મોદીએ બતાવ્યો પ્લાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-02-2021

સતત નવમા દિવસે ઇંધણના ભાવ વધ્યા બાદ બુધવારે દેશમાં પેટ્રોલનો ભાવ પ્રથમ વખત 100 રૂપિયાને પાર કરી ગયો. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો અગાઉની સરકારોએ ઉર્જા આયાતના અવલંબન પર ધ્યાન આપ્યું હોત તો મધ્યમ વર્ગને આવી મુશ્કેલી પડી ન હોત. બળતણના ભાવમાં સતત વધારાનો ઉલ્લેખ કર્યા વિના તેમણે કહ્યું હતું કે, 2019-20માં ભારતે તેની ઘરેલુ માંગને પહોંચી વળવા 85 ટકા ઓઈલ અને 53 ટકા ગેસની આયાત કરી હતી

તમિળનાડુમાં એન્નોર-તિરુવલ્લુર-બેંગલુરુ-પુડ્ડુચેરી-નાગપટ્ટિનમ-મદુરાઈ-તુતીકોરીન નેચરલ ગેસ પાઇપલાઇનના રામાનાથપુરમ-થુથુકુડી વિભાગનું ઉદ્ઘાટન કર્યા પછી, વડા પ્રધાને કહ્યું, “શું આપણે આયાત પર એટલા નિર્ભર રહેવું જોઈએ?” હું કોઈની ટીકા કરવા માંગતો નથી પરંતુ મારે કહેવું જ જોઇએ કે જો આપણે આ વિષય પર ધ્યાન આપ્યું હોત તો આપણા મધ્યમ વર્ગને આ તકલીફ શન ન કરવી પડી હોત. ક્લીન અને ગ્રીન એનર્જી રિસોર્સ તરફ કામ કરવું અને ઉર્જા નિર્ભરતા ઘટાડવી એ આપણી સામૂહિક ફરજ છે. ‘

કેવી રીતે આયાત ઓછી થઈ શકે? દેશમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાથી વધી ગયો હતો, રાજસ્થાનમાં, પેટ્રોલની કિંમતે સેન્ચ્યુરી મારી હતી અને મધ્ય પ્રદેશમાં તે આ માર્કને પાર કરવાની નજીક છે. મહત્વનું છે કે ઓઇલની કિંમતો આંતરરાષ્ટ્રીય કિંમતો પર આધારિત છે. વડા પ્રધાને કહ્યું કે તેમની સરકાર મધ્યમ વર્ગની મુશ્કેલીઓ પ્રત્યે સંવેદનશીલ છે અને ભારત હવે ખેડૂતો અને ગ્રાહકોને મદદ કરવા ઇથેનોલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે શેરડીમાંથી કાઢેલા ઇથેનોલથી આ આયાત ઘટાડવામાં મદદ મળશે અને ખેડૂતોને આવકનો વિકલ્પ પણ આપશે. મોદીએ કહ્યું કે સરકાર ઉર્જાના નવીકરણીય સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને 2030 સુધીમાં દેશમાં 40 ટકા ઉર્જાનું ઉત્પાદન કરશે. તેમણે કહ્યું, ‘લગભગ 6.52 મિલિયન ટન પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે. આ સંખ્યામાં હજુ વધુ વધારો થવાની ધારણા છે. અમારી કંપનીઓએ ગુણવત્તાયુક્ત ઓઈલ અને ગેસ સંપત્તિના સંપાદન માટે વિદેશોમાં રોકાણ કર્યું છે.

ઓઈલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવો જરૂરી છે: પીએમ મોદીએ કહ્યું, સરકારે પાંચ વર્ષમાં ઓઈલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રૂ. 7.5 લાખ કરોડ ખર્ચવાની યોજના બનાવી છે અને 470 જિલ્લાઓને કવર કરતાં શહેરના ગેસ વિતરણ નેટવર્કને વધારવાની યોજનાઅ પર ભાર અપાઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર વર્તમાન ઉર્જા ક્ષેત્રમાં નેચરલ  ગેસનો હિસ્સો 6.3 ટકાથી વધારીને 15 ટકા કરવાની દિશામાં કામ કરી રહી છે.

આ પ્રોજેક્ટ શું છે?:  આ પ્રોજેક્ટ ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશનના ગેસ ક્ષેત્રોમાંથી ગેસનો ઉપયોગ કરવામાં અને ઉદ્યોગો અને અન્ય વ્યાપારી ગ્રાહકોને પ્રાકૃતિક ગેસ ઉપલબ્ધ કરવામાં મદદ મળશે. સલ્ફર મુક્ત ગેસોલિન યુનિટના નિર્માણ માટે લગભગ 500 કરોડનો ખર્ચ થયો છે. તે 8 પીપીએમનું એકમ છે અને ઇકોફ્રેન્ડલી ગેસોલિન કરતાં ઓછા સલ્ફર ઉત્પન્ન કરવા માટે બનાવવામાં આવ્યું છે. તે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ કરશે અને ક્લીન એન્વાયર્મેન્ટમાં ફાળો આપશે.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો