મોરબી-નવા સજનપર આવેલ ઓશો કેશર ફાર્મ પર તા.21 થી 28 સુધી ઓશોનો ઘ્યાન શિબિરનું આયોજન

Spiritual leader Osho Rajneesh *** Local Caption *** Spiritual leader Osho Rajneesh. Express archive photo

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-02-2021

મોરબીના નવા સજનપર ગામે મોરબીના ઉદ્યોગપતિ અને ઓશો સન્યાસી રમેશભાઇ રવાણી (સ્વામી પ્રેમયોગી)એ 11 વિઘા જમીનપર ઓશો કેશર ફાર્મ નામથી ઓશો સન્યાસી તથા પ્રેમીઓ માટે વિશાળ ઓશો ઘ્યાન કેન્દ્ર બનાવેલ છે. જેમાં વિશાળ ઘ્યાન હોલ, રહેવા માટે સ્પેશ્યલ રૂમો-ડોરમેટરી, સ્વીમીંગ પુલ, વિશાળ કિચનની સુંદર સગવડ કરેલ છે.

આગામી તા.21 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમ્યાન આઠ દિવસીય ઓશો નો માઇન્ડ ઘ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. શિબિરનું સંચાલન પૂના આશ્રમ (હાલ નાગપુર)ના સ્વામી અક્ષર ખિરદ (સુધીર સુખદેવ) કરવાના છે. જેનો ટુંકમાં પરિચય નીચે મુજબ છે. તેઓ વ્યવસાયે સીવીલ એન્જીનીયર છે. 1994થી ઓશો સાથે જોડાયેલ છે. આયુર્વેદીક યોગ મસાજની ગ્રહન સાધના કરેલ છે. મસાજના પાયાના માસ્ટર પૂનાના કુસુમ મોડક પાસેથી શિક્ષણ મેળવેલ છે. યોગમાં વધારે નિપૂર્ણતા તથા ગહરાઇમાં જવા માટે થોડાક મહિના બિહાર સ્કૂલ ઓફ યોગામાં પ્રશિક્ષણ લીધુ છે. યોગ અને મસાજના ખજાનનાને જનમાનસ સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદેશ છે.

પૂના આશ્રમમાં ચાલતા થેરેપી ગ્રુપ જેવા કે મીસ્ટ્રીક રોજ બોર્ન અગેઇન-નો માઇન્ડ વગેરેમાં તેઓની માસ્ટરી છે. હાલમાં નાગપુર ખાતે ઓર્ગેનીક ખેતી કરે છે. પર્યાવરણ મિત્રો માટે રહેવાની સોસાયટી તથા આદિવાસી લોકોને શિક્ષણ તથા સહાયતા પહોંચાડવાની કામ માસ્ટર છે. ઇઝી વિલેજ ક્રીએશનના સૂત્રધાર છે. ન્યુમેન ઓફ ઓશો વિઝનના પ્રતિક છે. ઓશોનો સચિવમાં યોગ નિલમના સાનિઘ્યમાં તથા માર્ગદર્શનમાં તેમના કમ્યૂન ઓશો નિસર્ગ ધરમશાળાના કમ્યૂનમાં ઘણી શિબિરોનું સંચાલન કરેલ છે. ઉપરોકત ઓશોનો માઇન્ડ શિબિરમાં ઘ્યાન કરવાની રહે-જમવાની વ્યવસ્થા, લોકોને સારામાં સારી મળી રહે તે માટે શિબિર આયોજક તેની ટીમ અત્યારથી જ તડામાર તૈયારી કરી રહી છે. શિબિરમાં સહભાગીતા માટે શિબિર આયોજન સ્વામી પ્રેમયોગ પાસે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી લેવું. અત્યંત જરૂરી છે. શિબિર સ્થળે પહોંચવા માટે રાજકોટથી લજાઇ ચોકડી-હડમતીયા નવા સજનપર ઓશો ક્રેશર ફાર્મ-મોરબીથી ધુનડા-નવા સજનપર ઓશો કેશર ફાર્મ શિબિરની વિશેષ માહિતી માટે તથા નામ નોંધણી માટે રમેશભાઇ રૈયાણી (સ્વામી પ્રેમયોગી) 98790 10769નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો