સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ

આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2021

મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં આજે નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોની ચકાસણી દરમિયાન અનેક ડમી ક્ષતિગ્રસ્ત રદ થયા અનેક પાછા ખેંચાયા

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં તા.28મીએ યોજાનાર જિલ્લા-તાલુકા પંચાયતો નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રકોની ચકાસણી થઈ હતી. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન ડમી ક્ષતિગ્રસ્ત ફોર્મ પાછા ખેંચાયા હતાં.

મોરબી વોર્ડ નંબર છ અને આઠમા કોંગ્રેસના ઉમેદવારો નાટકીય રીતે ખસી ગયા હતા જયારે વોર્ડ નંબર 13માં આપે પણ મેદાન છોડયું , મોરબી નગરપાલિકાના રસાકસી ભર્યા ચૂંટણીજંગમાં આજે નાટકીય રીતે કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લઈ ભાજપને બે સીટ ભેટ ધરી હતી તો વોર્ડ નંબર 13 માં પણ આમ આદમી પાર્ટીએ મેદાન છોડતા આજે પક્ષ અને અપક્ષ મળી કુલ છ ફોર્મ પરત ખેંચાયા હતા અને ગઈકાલે 35 ફોર્મ અમાન્ય રહ્યા બાદ ચૂંટણીજંગમાં કુલ 41 લડવૈયા બાકાત થતા હવે મોરબી પાલિકાના ચૂંટણીજંગમાં 131 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

જયારે રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે કુલ 163 ઉમેદવારો દ્વારા 164 ફોર્મ ભરાયા છે. મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં 5 પાલિકામાંથી 63 ફોર્મ રદ થયા છે. તો પોરબંદર ન.પા.માં ભરાયેલા તમામ ફોર્મ માન્ય રહ્યા છે.

અમરેલી જિલ્લામાં પાંચ પાલિકાના માંથી 63 ફોર્મ રદ્દ અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરેક પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભર્યા બાદ આજે સરકારી તંત્ર દ્વારા ફોર્મ ચકાસણી દરમ્યાન અમરેલી જિલ્લાની પાંચ નગરપાલિકાના કોંગ્રેસ ભાજપના ડમી ઉમેદવારો સહીત ,કુલ 539 ફોર્મ માંથી 63 ફોર્મ રદ થવા પામ્યા હતા,તેમજ જિલ્લા પંચાયતના કુલ 139 ફોર્મ માંથી 46 ફોર્મ રદ થયેલ હતા અને તાલુકા પંચાયતના કુલ 732 ફોર્મ માંથી 198 ફોર્મ રદ થયેલ હતા

અમરેલી જિલ્લાની પાંચ નગરપાલિકા અમરેલી,બગસરા સાવરકુંડલા,બાબરા અને દામનગર માટે કુલ 539 ફોર્મ ભરાયેલ હતા તેમાંથી 63 ફોર્મ રદ થયેલ હતા અને 476 માન્ય રહેલ હતા જેમાં અમરેલી પાલિકા માટે 47 ફોર્મ બગસરા પાલિકા માટે એકપણ નહિ સાવરકુંડલા પાલિકાના 8 અને દામનગર પાલિકા માટે 2 ફોર્મ રદ થયેલ હતા. તેમજ અમરેલી જિલ્લા પંચાયતની કુલ 139 ફોર્મ ભરાયેલ હતા તેમાંથી 46 ફોર્મ રદ થતા 93 માન્ય રહેલ હતા,જયારે તાલુકા પંચાયત માટે કુલ 732 ફોર્મ ભરાયેલ હતા તેમાંથી 198 ફોર્મ અમાન્ય થયેલ હતા અને 534 માન્ય રહયા હતા, હજુ આવતી કાલે ફોર્મ પરત ખેંચવાનું દિવસ હોઈ જેથી ગઈકાલે ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ઉમેદવારોનું ફાયનલ ચિત્ર સ્પષ્ટ થશે.

પોરબંદર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરાયેલા તમામ ફોર્મ માન્ય

પોરબંદર-છાયા નગરપાલિકાની ચુંટણી માટે કુલ 1પ5 ફોર્મ ભરાયા હતા જયારે પોરબંદર જીલ્લા પંચાયતમાં 4ર ફોર્મ અને પોરબંદર તાલુકા પંચાયત માટે 143 ફોર્મ ભરાયા હતા અને આ તમામ ફોર્મ માન્ય રહ્યા છે.

સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓનો માહોલ જામી ચુકયો છે અને તા. 28/2/2021 ને રવિવારના રોજ ગુજરાતની સાથોસાથ પોરબંદર-છાયા નગરપાલિકા અને તાલુકા પંચાયત જીલ્લા પંચાયતની ચુંટણીઓ યોજાવાની છે જેમાં ફોર્મ ચકાસણી કર્યા બાદ પોરબંદર નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ સહિત અન્ય પક્ષો મળી કુલ 151 ઉમેદવારો દ્વારા 155 ફોર્મ ભરાયા હતા જયારે જીલ્લા પંચાયતમાં કુલ 4ર ફોર્મ ભરાયા હતા તેવી જ રીતે તાલુકા પંચાયતમાં કુલ 143 ફોર્મ ભરાયા હતા. તમામ ફોર્મ ઓફલાઇન ભરાયા હતા અને આ તમામ ફોર્મ માન્ય રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો