અનિચ્છનીય કોલ તથા ઓનલાઇન છેતરપિંડીથી છુટકારો અપાવા સરકાર કરશે આ ઉપાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2021

સરકાર ડિઝિટલ વ્યવસ્થામાં ગ્રાહકોનો ભરોસો મજબુત બને તે માટે ઘણા સુધારા લાવવાની તૈયારી કરી રહી છે, તે દ્વારા ગ્રાહકોને અનવોન્ટેડ કોમર્શિયલ કોલ અથવા એસએમએસ મોકલનારી કંપનીઓ પર દંડ લગાવવાની પણ જોગવાઇ કરવામાં આવી રહી છે, એવી એપ વિકસિત કરવામાં આવશે.

જેના માધ્યમથી બિનજરૂરી તથા અનિચ્છનીય કોલ, એસએમએસ અને નાણાકિય છેતરપિંડીની ફરીયાદ કરી શકશે, નાણાકિય છેતરપિંડી રોકવા માટે ડિઝિટલ ઇન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરવામાં આવશે, સોમવારે ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદેની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો.

નાણાકિય છેતરપિંડીઓ વધતા પ્રસાદે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, તે ઉપરાંત કોમર્શિયલ કોલની પણ સમસ્યા સતત વધી છે. અને આ પ્રકારનાં કોલ અને એસએમએસ મોકલનારી કંપનીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.

ટેલિકોમ ગ્રાહકોનાં હિતોની સુરક્ષા માટે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્સન (ટૈફકોપ) સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે, ટેલિકોમ મંત્રાલય દ્વારા વિકસિત કરવામાં આવનારી આ એપ પર ગ્રાહકો તમામ પ્રકારના ટેલિકોમ દુરપયોગ અને પોતાની સમસ્યા અંગે જાણકારી આપી શકશે.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો