મોરબી : તાલુકા સેવા સદનમાં ફોર્મ ચકાસણી વખતે માથાકૂટ : ભાજપ કોંગ્રેસ વચ્ચે છૂટા હાથની મારા મારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2021

પાલિકાના વોર્ડ ન.૧ ના ઉમેદવાર દેવા અવાડીયા અને કોંગ્રેસ કાર્યકર વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી છે. પ્રચાર કરવા બાબતે થયેલી માથાકૂટ પોલીસ મથકે પહોંચી હતી. જેને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર રાજકીય મોટા માથાઓના ફોન રણકવા લાગ્યા હતા.

મોરબી નગરપાલિકા વોર્ડ એકના ઉમેદવારો વચ્ચે છુટા હાથની મારામારીની ઘટના થઈ છે, જેમાં આજે મોરબી તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે મારામારી થઈ છે. જેમાં ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે છુટા હાથની મારામારી થઈ છે, ત્યારે મોરબી તાલુકા સેવા સદન ખાતે થયેલી મારામારીમાં ફરજ પરની પોલીસે વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા, જેથી મામલો વધુ ગરમાયો ન હતો.

જોકે ઘટનાને પગલે ભાજપ કોંગ્રેસના આગેવાનો પહોંચી ગયા હતાં. બાદમાં બન્નેને બી ડિવિઝન પોલીસ મથકે લઈ આગળની પોલીસ તપાસ શરૂ કરી છે. જેમાં મોરબીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે માથાકૂટ નો મામલે મોરબી પ્રાંત અધિકારીએ મીડિયા સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. હાલ પોલીસે મારામારીના મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી છે, ત્યારે પોતાની સત્તા માટે આ રીતે થયેલી માથાકૂટ કેટલી હદે યોગ્ય એ પણ મોટો સવાલ છે.

આ ઘટનાના પગલે ભાજપ કોંગ્રેસના મોટા ગજાના નેતાઓના ફોન પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર રણકયા હતાં, હાલ આ ઘટના સમયે જો પોલીસ હાજર ન હોત તો મામલો ગંભીર રૂપ ધારણ કરી લેત તેમાં કોઈ શંકાને સ્થાન નથી

પાલિકાના વોર્ડ ન.૧ ના ઉમેદવાર દેવા અવાડીયા અને કોંગ્રેસ કાર્યકર વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી છે. પ્રચાર કરવા બાબતે થયેલી માથાકૂટ પોલીસ મથકે પહોંચી હતી. જેને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર રાજકીય મોટા માથાઓના ફોન રણકવા લાગ્યા હતા.

મોરબી નગરપાલિકા વોર્ડ એકના ઉમેદવારો વચ્ચે છુટા હાથની મારામારીની ઘટના થઈ છે, જેમાં આજે મોરબી તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે મારામારી થઈ છે. જેમાં ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે છુટા હાથની મારામારી થઈ છે, ત્યારે મોરબી તાલુકા સેવા સદન ખાતે થયેલી મારામારીમાં ફરજ પરની પોલીસે વચ્ચે પડી બંને ને છોડાવ્યા હતા, જેથી મામલો વધુ ગરમાયો ન હતો.

જોકે ઘટનાને પગલે ભાજપ કોંગ્રેસના આગેવાનો પહોંચી ગયા હતાં. બાદમાં બન્નેને બી ડિવિઝન પોલીસ મથકે લઈ આગળની પોલીસ તપાસ શરૂ કરી છે. જેમાં મોરબીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે માથાકૂટ નો મામલે મોરબી પ્રાંત અધિકારીએ મીડિયા સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. હાલ પોલીસે મારામારીના મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી છે, ત્યારે પોતાની સત્તા માટે આ રીતે થયેલી માથાકૂટ કેટલી હદે યોગ્ય એ પણ મોટો સવાલ છે.

આ ઘટનાના પગલે ભાજપ કોંગ્રેસના મોટા ગજાના નેતાઓના ફોન પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર રણકયા હતાં, હાલ આ ઘટના સમયે જો પોલીસ હાજર ન હોત તો મામલો ગંભીર રૂપ ધારણ કરી લેત તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલ આ મામલે મોરબી એસપી એસ આર ઓડેદરાએ જો ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે તો કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

ત્યારે ચૂંટણી સમયે આચાર સંહિતા અમલમાં છે, ત્યારે ચૂંટણી અધિકારીએ મૌન સેવી અને બધું પોલીસ પર ઢોળી દીધું છે. જો કે આવા બનાવોમાં ચૂંટણી અધિકારી જાતેજ ફરિયાદી બને છે ત્યારે આ મામલે શુ ઘી ના ઠામમાં ધી પડી જાય છે કે પછી સામાન્ય માણસ સાથે થાય તેવી જ કાર્યવાહી થશે એ આગામી સમય જ બતાવશે.

માહિતી અનુસાર, બંન્ને આગેવાનો એક જ સમાજના હોય સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો. બન્ને પક્ષ તરફથી મધ્યસ્થી બાદ સમાધાન થયું હતું. કોઈએ પોલીસ ફરિયાદ ન નોંધાવતા મામલો થાળે પડી ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો