(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2021
હવે ટુંક સમયમાં ગુગલ મેપની છુટ્ટી થઈ જશે અને ભારતને ખુદની નેવીગેશન એપ મળી જશે સાથે સાથે મેપીંગ પોર્ટલ અને ભૂ સ્થાનિક ડેટા સર્વીસ પણ ઉપલબ્ધ થશે.જીહા, ઈન્ઠડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ લોકેશન એન્ડ નેવીગેશન ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર Mapmyindia સાથે મળીને એક ભાગીદારી કરી છે જે ભારતને સ્વદેશી નેવિગેશન ઉપલબ્ધ કરાવશે.ખફાળુ Mapmy inDia ના સીઈઓ અને એકઝીકયુટીવ ડાયરેકટરએ જણાવ્યં હતું કે ઈસરો તરફથી સેટેલાઈટ ઈમેજ અને ઓબ્ઝર્વેશન ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે જયારે મેપ ઈન્ડીયા ડીઝીટલ રીતે સર્વીસ ઉપલબ્ધ કરાવશે. તેમણે જણાવ્યુ હતું કે આ બાબત આત્મ નિર્ભર ભારત અભિયાનમાં માઈલ સ્ટોન બની રહેશે. આ પરિસ્થિતિમાં યુઝરને નેવિગેશન સર્વીસ મેપ અને ભુસ્થાનિક સેવાઓ માટે વિદેશી સંસ્થાઓ પર નિર્ભર નહી રહેવુ પડે એટલે કે ગુગલ મેપ કે ગુગલ અર્થની જરૂર નહી રહે. https://maps.mapmyindia.com/ પરથી મેપ સર્વિસ ઉપયોગમાં લઇ શકાશે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો