મોંઘવારીની મારમાં પીસાઈ રહેલી જનતા પર વધુ એક ફટકો: LPG 50 રૂપિયા મોંઘો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2021

એલપીજી સિલિન્ડરના ભાવમાં રુ.50 નો મોટો વધારો કરાયો છે. 50 રુપિયાના વધારા સાથે 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો નવો ભાવ રુ. 769 થયો 50 રુપિયાના વધારા સાથે 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો નવો ભાવ રુ. 769 થયો

નવો ભાવવધારો સોમવારથી અમલી બની જશે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને એલપીજીના ભાવન સમિક્ષા કરતી હોય છે અને તેને આધારે વધઘટ કરે છે. નવો ભાવવધારો સોમવારથી અમલી બની જશે.

દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના જણાવ્યાનુસાર, 50 રુપિયાના વધારા સાથે દિલ્હીમાં 14.2 કિલોનો એલપીજી સિલિન્ડર રુ.769 મા પડશે.

1 ડિસેમ્બર, 2020 ના રોજ પણ પ્રતિ સિલિન્ડર પર રુ.50 નો વધારો ઝીંકાયો હતો ત્યારે 16 ડિસેમ્બરે પણ 50 રુપિયાનો વધારો થયો હતો. જુલાઈ મહિનામાં એક એલપીજી સિલિન્ડરનો ભાવ રુ. 694 હતો. સરકારે હવે રાંધણ ગેસના બાટલા પરની સબસિડી પણ બંધ કરી દીધી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો