DETEL એ લોન્ચ કર્યું વિશ્વનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર Easy Plus

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2021

Detelએ મુંબઈમાં યોજાયેલા ઈન્ડિયા Auto શો 2021માં વિશ્વનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર Easy Plusનું અનાવરણ કર્યું. કંપની આ ઇલેક્ટ્રિક સ્કૂટરને એપ્રિલ 2021 સુધીમાં બજારમાં રજૂ કરવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ સમયમાં પુરી દુનિયાની સાથે સરકાર ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે દબાણ કરી રહી છે. જેમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર સબસિડી સાથે અનેક સુવિધા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોમાં ઇલેક્ટ્રિક વાહન અંગેની જાગૃતિ ઝડપથી વધી રહી છે. તેનો લાભ લેવા ઓટો કંપનીઓ ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં પોતાના વાહનો લોન્ચ કરી હી છે.

Easy Plusના ફિચર્સ – ડીટેલ કંપનીના જણાવ્યા મુજબ Easy Plus ઇલેક્ટ્રિક સ્કૂટર દેશનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર હશે. કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ચાર કલર વેરિયન્ટમાં લોન્ચ કર્યું છે. જેમાં તમને યલો, લાલ, ટીલ બ્લુ અને રોયલ બ્લુનો વિકલ્પ મળશે. આ સિવાય, કંપનીનું કહેવું છે કે ગ્રાહકને આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બધી આધુનિક સુવિધાઓ મળશે.

ટૂંક સમયમાં ડીટેલ વધુ ઇવી વાહનો લોન્ચ કરશે – ડેટેલ કંપની ટૂંક સમયમાં તેના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોનો વિસ્તાર કરશે. કંપનીનું કહેવું છે કે, સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઇલેક્ટ્રિક વાહન ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ બનાવી છે. જેમાં સરકાર ઇલેક્ટ્રિક વાહન બનાવવાની સુવિધા આપી રહી છે અને ગ્રાહકને ઇવી ખરીદવા પર સબસિડી પણ આપી રહી છે. આ સાથે, સરકારે ઇલેક્ટ્રિક વાહનોના નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા લીધા છે.

ઇવીને પ્રોત્સાહન આપવા માટે દિલ્હીમાં સ્વિચ અભિયાન શરૂ થયું – દિલ્હી સરકારે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા માટે સ્વીચ દિલ્હી અભિયાન શરૂ કર્યું. જો તમે આ અભિયાન અંતર્ગત ઇલેક્ટ્રિક વાહન ખરીદો છો, તો તમને સરકાર તરફથી સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત માર્ગ વેરો અને નોંધણી ફી પણ માફ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો