જામનગર: પેટ્રોલ પંપના કર્મચારીના ઉદ્ધત વર્તનની ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2021

જામનગર શહેરના હાપા પાસે આવેલા INDIAN OIL કંપનીના  રવિ  પેટ્રોલ પંપના કર્મચારીઓ ગ્રાહકો સાથે છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધતાઇથી વર્તી રહ્યા હોવાની શહેરીજનોમાં ફરિયાદ ઉઠી છે. 

હાલમાં જ એક ગ્રાહક અહીંના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા પંપના કર્મચારીને 100 રૂપિયાની નોટ આપી 50 રૂપિયાનું પેટ્રોલ નાખવા કહ્યું હતું. આ કર્મચારીએ 100 ની નોટ જોઈ સીધું 100 રૂપિયાનું પેટ્રોલ નાખી દીધું ગ્રાહકે કહ્યું 50 નું કીધું 100 નું કેમ નાખ્યું? કહેતા કર્મચારી ઉશ્કેરીને ગ્રાહક સાથે અપશબ્દો વાપરી ઉદ્ધત વર્તન કરવા લાગ્યો જેની ફરિયાદ પમ્પના સંચાલકને કરી હોવા છતાં આવા કર્મચારીઓની બદતમીઝી દૂર થતી ના હતી ત્યારે એક જાગૃત ગ્રાહક સાથે આવું ઉદ્ધત વર્તન કરતા પેટ્રોલ પંપની કંપનીના ઉચ્ચ અધિકારીઓને ઇમેઇલ કરી ફરિયાદ કરી ગ્રાહકો સાથે કરવામાં આવેલ છેતરપિંડીની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે આ કિસ્સો જામનગરના પાણાખાણ ઔદ્યોગિક વિસ્તારમાં ટોક ઓફ ટાઉન બન્યો હતો. 

ત્યાંના રહીશોમાં આ પેટ્રોલ પંપના લોકોની ઘણા સમયથી ફરિયાદ છે લોકો આ પેટ્રોલ પમ્પમાં ભેળસેળયુક્ત પેટોલ મળતું હોવાની પણ ફરિયાદ કરી રહ્યા છે અને આ પેટ્રોલપંપ પરથી પેટ્રોલ ભરવાનું ટાળી રહ્યા છે.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો