આસામમાં પેટ્રોલ 5 રૂપિયા સસ્તું થયું તો ગુજરાતમાં પેટ્રોલ સસ્તુ કેમ નહીં?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2021

હાલ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે. આ ચૂંટણીના માહોલમાં મતદારોને આકર્ષવા માટે રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી રહી છે કારણ કે હાલ દેશમાં ઇંધણના ભાવ સતત વધીને આસમાને પહોંચી ગયા છે. આજે આસામ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કેફી પીણાં પર પણ 25% નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવાથી ગ્રાહકોને મોટી રાહત મળી છે. હાલ તો ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે. શું ગુજરાતની સંવેદનશીલ સરકાર આસામની જેમ ઇંધણના ભાવ ઘટાડશે?

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો