2-3 મહિનામાં શરુ થશે 5G નું ટ્રાયલ : ટૂંક સમયમાં જ શરુ થશે 5G

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2021

લગભગ તમામ મોટી મોબાઈલ નિર્માતા કંપનીઓએ 5G ટેક્નોલોજીવાળા સ્માર્ટફોન (5G Smartphones) વેચવાનું શરૂ કર્યું છે. પરંતુ સમાન્ય ભારતીયોના મનમાં એક જ વિચાર આવતો હોય છે કે દેશમાં 5G સેવાઓ ક્યારથી શરૂ થશે? પરંતુ હવે સેવા શરૂ થવાને લઇને તમારે ચિંતા કરવાની જરૂર નથી. દેશમાં જલ્દી 5G સેવાઓ માટે ફીલ્ડ ટ્રાયલ શરૂ થવાની છે. તેના માટે કેન્દ્ર સરકાર તરફથી તૈયારીઓ શરૂ થઈ ગઇ છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યૂનિકેશને આપી જાણકારી: 5G સેવાને લઇને સંસદીય સમિતિ દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશને (DoT) જણાવ્યું હતું કે, દેશમાં 5G સેવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટેક સાઇટ telecomtalk અનુસાર DoT એ જાણકારી આપી છે કે, આગામી 2-3 મહિનામાં 5G નું ટ્રાયલ (5G Field Trials) શરૂ થઈ જશે.

એરટેલ કર્યું 5G ટ્રાયલ: થોડા દિવસ પહેલા ભારતીય એરટેલે 5G ટ્રાયલ કરી સૌ કોઇને ચોંકાવ્યા હતા. એરટેલનો દાવો છે કે તેમની ટેલીકોમ ટેક્નોલોજી 5G માટે અનુકૂળ છે. એક વખત સ્પેક્ટ્રમ આવન્ટિત થતા જ સમગ્ર દેશમાં 5G સેવા શરૂ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો