જનધન ખાતાધારકોને એસબીઆઈ આપશે અકસ્માત વીમા કવચ

બે લાખ રૂપિયાના આ વીમા કવચ માટે એસબીઆઈ રૂપે જનધન કાર્ડ જરૂરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-02-2021

આજના સમયમાં પર્યાપ્ત ઈુસ્યોરન્સ કવર (વીમા કવચ) હોવું દરેકના માટે જરૂરી છે. એથી પોલીસી હોલ્ડરની સાથે કોઈપણ પ્રકારની દુર્ભાગ્ય પૂર્ણ ઘટના બને તો તેના આશ્રિતોને ઈુસ્યોરન્સ કંપની તરફથી સારી એવી રકમ મળી શકે છે. પરંતુ શું આપ એ જાણો છો, જન ધન ખાતા ધારકો જો રૂપે કાર્ડ રાખે તો તેમને બે લાખ રૂપિયા સુધીનો એકસીડેન્ટલ વીમો મળે છે. દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે આ બાબતે પોતાના જનધન ખાતા ધારકોને માહિતગાર કર્યા છે. એસબીઆઈએ ટવીટ કરીને લખ્યું છે કે સફળતાના માર્ગે ચાલવાનો આ સમય છે. એબસીઆઈ રૂપે જનધન કાર્ડ માટે આજે જ એપ્લાય કરો. આ કાર્ડની સાથે બે લાખ રૂપિયા સુધીનું એકસીડેન્સીયલ ઈુસ્યોરન્સનું કવર મળે છે અને તે મેળવવામાં 90 દિવસમાં કાર્ડ સ્વેપ કરાવવાનું હોય છે. ઉલ્લેખનીય છે કે જનધનની સ્કીમ વડાપ્રધાન મોદીએ 28 ઓગષ્ટ 2014ના શરુ કરી હતી. જેમાં બેન્ક ખાતામાં મીનીમમ બેલેન્સ મેઈટેન કરવાની કોઈ ઝંઝટ ન હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો