1 એપ્રિલથી સૌના પગાર-ભથ્થાં વધશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-02-2021

સરકારી અને ખાનગી નોકરિયાતો માટે કેન્દ્ર સરકાર નવું પૅ કોડ બિલ 1 એપ્રિલથી લાગૂ કરવાની તૈયારીમાં 8 ફેબ્રુઆરીના રોજ શ્રમ અને રોજગાર સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું કે મંત્રાલ્ય ખૂબ જલદી જ ચાર કોડને લાગૂ કરશે. તેમણે જણાવ્યું કે આ નિયમોને બનાવતી વખતે તમામ સંબંધિત વાતો કરવામાં આવી હતી.

1 એપ્રિલ 2021થી નવો પે કોડ બિલ લાગૂ થયા બાદ સરકાર અને પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓની સેલરી વધી જશે. મંથલી પ્રોવિડેંટ ફંડ અને ગ્રેજ્યુટી યોગદાન પણ 1 એપ્રિલથી બદલાઇ જશે. કારણ કે સરકારે જોગવાઇ કરી દીધી છે કે કર્મચારીની બેસિક સેલરી તેના માસિક સીટીસીના 50 ટકા હોવી જોઇએ. તેનો અર્થ એ છે કે નવો પે કોડ બિલ 1 એપ્રિલથી લાગૂ થશે, તો તમારી બેસિક સેલરી તમારા કુલ વેતનની 50 ટકા અથવા તેનાથી વધુ હશે, એટલે કે તમને મળનાર ભથ્થા તમારી સેલરીના 50 ટકાથી વધુ હોઇ શકશે નહી. તેની અસર તમારી મંથલી સેલરી પર પડશે જે તમારા હાથમાં આવે છે, એટલે કે તમારી ટેક હોમ સેલેરી ઓછી થઇ જશે. પરંતુ પીએફ અને ગ્રેજ્યુટીનું યોગદાન વધી જશે જેથી લાંબાગાળે તમારી પાસે વધુ રકમ આવશે.

8 ફેબ્રુઆરીના રોજ શ્રમ અને રોજગાર સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું કે મંત્રાલ્ય ખૂબ જલદી જ ચાર કોડને લાગૂ કરશે. તેમણે જણાવ્યું કે આ નિયમોને બનાવતી વખતે તમામ સંબંધિત વાતો કરવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે સરકારે અત્યાર સુધી નવા વેજ કોડને લાગૂ કરવાની તારીખની જાહેરાત કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેને 1 એપ્રિલ 2021થી લાગૂ કરવામાં આવશે.

DAમાં વધારાની જાહેરાત થશે જલ્દી કેન્દ્ર સરકાર જલદી જ પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. નાણા મંત્રાલય પહેલાં જ કહી ચૂકી છે કે કેંદ્રીય કર્મચારીની પેંશન અથવા બેસિક સેલરીને ધ્યાનમાં રાખતાં ડીએની જાહેરાત કરવામાં આવશે. ડીએ અને ડીઆર પર હજુ 12,510 કરોડ વાર્ષિક ખર્ચ છે, પરંતુ વધારા બાદ તેને 14,595 કરોડ રૂપિયા વાર્ષિક પહોંચવાની સંભાવના છે. બીજી તરફ પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, એલટીસીને કોરોના સંકટને જોતાં ટેક્સ છૂટના દાયરામાં રાખવામાં આવ્યો છે. સરકારને લાગે છે કે તેનાથી સરકારી કર્મચારીઓના હાથમાં વધુ પૈસા આવશે. તેનાથી ઇકોનોમીને પણ ફાયદો થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો