આ હોસ્પિટલે બાળકના ફેફસામાં શીંગનો દાણો છે કહી ઓપરેશન કર્યા વગર 1 લાખ પડાવી લીધા

news18.com

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-02-2021

બીમાર વ્યક્તિ માટે ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ હોય છે. પણ વર્તમાન સમયમાં ડૉક્ટર ભગવાન નહીં પણે પૈસા છીનવી લેનાર શેતાન બન્યા હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે. સામાન્ય સારવાર આપીને દર્દી પાસેથી લાખો રૂપિયા ડૉક્ટરે પડાવ્યા હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આ પ્રકારનો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં એક ડૉક્ટર પર પરિવારનો આક્ષેપ કે, બાળકના ફેફસામાં ફસાયેલા શીંગના દાણાને કાઢવાના ઓપરેશનના બહાને ડૉક્ટરે પરિવારના એક લાખ રૂપિયા પડાવી લીધા પણ શીંગનો દાણો કાઢવામાં આવ્યો નથી. દર્દીના પરિવારજનોએ આ બાબતે અલગ-અલગ જગ્યા પર રજૂઆત કરી પણ તેમની રજૂઆતનું કોઈ નિરાકણ આવ્યું નથી.

રિપોર્ટ અનુસાર સુરતમાં રવિ સતાસિયા તેના પરિવારની સાથે ભાડાના મકાનમાં રહે છે. હાલ કોરોનાની મહામારીમાં ધંધો ઠપ થતા તે માંડ-માંડ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિના દીકરાને એકાએક પેટમાં દુખાવો થતો હોવાના કારણે તેને સારવાર માટે સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડૉક્ટર દ્વારા બાળની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, બાળકના ફેફસાંમાં એક શીંગનો દાણો ફસાઈ ગયો છે. તેથી ડૉક્ટરે રવિને કહ્યું કે, તેના દીકરાના ફેફસાંમાં ફસાયેલા શીંગના દાણાને કાઢવા માટે ઓપરેશન કરવું પડશે અને ઓપરેશન કરવા માટે 70 હજાર રૂપિયાનો ખર્ચ થશે.

ધંધો બંધ હોવા છતાં પણ રવિએ તેના સંબંધી અને મિત્રોની પાસેથી પૈસા લઇને દીકરા નક્ષનું ઓપરેશન કરાવીને તેની તકલીફ દૂર કરી હતી. ઓપરેશન પછી પણ ડૉક્ટરેને રવિએ 30 હજાર રૂપિયા વધારાનો ચાર્જ પણ આપ્યો હતો. ઓપરેશન પછી પણ બાળકને પેટમાં દુખાવો થતા તેને બીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બીજી વખત રવિ નક્ષને એપોલો હોસ્પિટલમાં લઇ ગયા હતા. એપોલો હોસ્પિટલમાં ડૉક્ટરે જ્યારે બાળકનો રિપોર્ટ કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે, નક્ષના ફેફસાંમાં શીંગનો દાણો ફસાયેલો હોવાના કારણે તેને દુખાવાનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી રવિએ દીકરાનું ઓપરેશન એપોલો હોસ્પિટલમાં કરાવ્યું હતું.

હોસ્પિટલમાં ઓપરેશન કર્યું હોવાના પ્રૂફ રૂપે ડૉક્ટરે રવિને એક સીડી પણ આપી હતી. દીકરાના શરીરમાં શીંગનો દાણો કાઢ્યા વગર પૈસા સાચી હોસ્પિટલના ડૉકટરોએ પડાવ્યા હોવાથી રવિ આ બાબતે હોસ્પિટલમાં રજૂઆત કરવા માટે ગયો હતો. પણ આ બાબતે હોસ્પિટલમાં ડૉકટરોએ રવિને કોઈ પણ જવાબ આપ્યો ન હોતો. હોસ્પિટલ દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવતા રવિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ પોલીસ ફરિયાદનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, રવિને ન્યાય મળશે કે નહીં. રવિએ આ સમગ્ર મામલે ડૉક્ટર નીલેશ ટાંક, ડૉક્ટર હિમાંશુ તડવી અને ડૉક્ટર વસંત ગજેરાની સામે ફરિયાદ નોંધાવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો