મોરબી સિરામિક એસો.ના અગ્રણીઓ ગૃહમંત્રી તેમજ કોમર્સ મીનીસ્ટરની મુલાકાતે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-02-2021

એકસપોર્ટ વધારવા માટે એમઈઆઈએસ અને અન્ય મુદે રજુઆત કરી

મોરબીના સિરામિક ઉદ્યોગના એક્સપોર્ટને લગતા એમઈઆઈએસ ઉપરાંત એન્ટી ડમ્પિંગ ડ્યુટી સહિતના મુદે સિરામિક એસોના અગ્રણીઓએ દેશના ગૃહ મંત્રી તેમજ કોમર્સ મીનીસ્ટર સાથે મુલાકાત કરી પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી

સીદસર ધામના અગ્રણી જેરામભાઈ વાંસજાડિયા તેમજ મોરબી સિરામિક એસો પ્રમુખ કિરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કે જી કુંડારિયા, જીતુભાઈ અઘારા અને શૈલેશભાઈ પટેલ સહિતની ટીમે કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય કોમર્સ અને રેલ્વે મંત્રી પીયુષ ગોયલ સાથે મુલાકાત કરી હતી જેમાં એક્સપોર્ટ વધારવા માટે એમઈઆઈએસ અને અન્ય મુદે રજૂઆત કરી હતી સાથે જ એન્ટી ડમ્પિંગ મુદે યોગ્ય કરવા માંગ કરાઈ હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો