આખી દુનિયામાં પેટ્રોલ-ડીઝલ સસ્તું : ભારતમાં જ મોંઘું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-02-2021

હાલ ભારતમાં પેટ્રોલની કિંમત ભલે 90 રૂપિયાની આસપાસ હોય પરંતુ પાકિસ્તાનમાં તેની કિંમત માત્ર 50 રૂપિયા જ છે. જો ડીઝલની વાત કરીએ તો આપણા પાડોસી દેશોમાં સૌથી સસ્તુ શ્રીલંકામાં વેચાણ થાય છે. હાલ ત્યાં એક લીટર ડીઝલની કિંમત 39.07 રૂપિયા છે.

આપવામાં આવેલી જાણકારી અનુસાર આ વર્ષે એક ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 111.90 પાકિસ્તાની રૂપિયા હતી. અમેરિકન ડોલરમાં આ કિંમત 0.698 છે. જો ભારતીય ચલણમાં તેને જોવામાં આવે તો આ 50.87 રૂપિયા થાય છે. જો ડીઝલની કિંમત જોઇએ તો તેની કિંમત 116.08 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર હતી. ડોલરમાં તે 0.724 થાય છે. જેથી ભારતીય રૂપિયામાં તેની કિંમત 52.77 થાય છે. એક ફેબ્રુઆરી 2021ના રોજ શ્રીલંકામાં એક લીટર પેટ્રોલની કિંમત 161 શ્રીલંકન રૂપિયા હતી. ડોલરમાં તે 0.83 છે અને

ભારતીય રૂપિયામાં 60.49 રૂપિયા. જે ભારત કરતા ખુબ જ ઓછી કિંમત છે. શ્રીલંકામાં ડીઝલની કિંમત જાણીને તો તમે ચોંકી જ જશો. હાલના સમયમાં ડીઝલની કિંમત 104 શ્રીલંકન રૂપિયા હતા જે ડોલરમાં 0.536 પડે છે. જો તેને ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો 39.07 રૂપિયામાં પડે છે.

નેપાળ પાસે પેટ્રોલની એક પણ રિફાનરી નથી. તે પોતાના ઉપયોગનું તમામ પેટ્રોલ અને ડીઝલ ભારત પાસેથી ખરિદે છે. ત્યારે પણ ત્યાં ભારત કરતા બંન્ને ઇંધણ ખુબ જ સસ્તા છે. એક ફેબ્રુઆરીએ ત્યાં પેટ્રોલની કિંમત 110 નેપાળી રૂપિયા હતી. ડોલરમાં અહિંયા 0.944 થઇ. જો ભારતીય ચલણમાં તેને જોવામાં આવે તો તે 68.80 રૂપિયામાં પડે છે. આજની તારીખે ત્યાં ડીઝલની કિંમત 93 નેપાળી રૂપિયા છે. ડોલરમાં તે 0.798 થાય. તેને જો ભારતીય રૂપિયામાં ગણવામાં આવે તો 58.16 રૂપિયા પ્રતિ લીટર થાય છે.

આપણો પાડોસી દેશ બાંગ્લાદેશમાં પણ અહિંયાથી વધારે સસ્તુ પેટ્રોલ-ડીઝલ મળે છે. એક ફેબ્રુઆરીએ ત્યાં એક લીટર પેટ્રોલની કિંમત 89 ટકા હતી. જે 1.05 ડોલર થાય છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 76.53 થાય છે. ડીઝલ પણ ત્યાં 65 ટકા પ્રતિ લીટર વેચાય છે. જે .767 ડોલર થાય. ભારતીય રૂપિયામાં એક લીટર ડીઝલની કિંમત 55.90 રૂપિયા થાય છે.

ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં મંગળવારના રોજ એક લીટર પેટ્રોલની કિંમત 93.83 રૂપિયા હતી. જ્યારે ડીઝલની કિંમત 84.36 રૂપિયા. અમેરિકન ડોલરમાં જોઇએ તો ભારતમાં પેટ્રોલની કિંમત 1.29 ડોલર પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત 1.16 રૂપિયા પ્રતિ લીટર.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો