મોરબી : મેડિકલ ક્ષેત્રને કલંકિત કરતી ઘટના : અગર “ડૉક્ટરોને” ભગવાન માની છીએ તો આવા “ડૉક્ટર ભગવાનો” ને મહિલાની છેડતી કરવાનો શોખ કેમ જાગે છે?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-02-2021

મોરબી તાલુકાના આમરણ ગામે ખાનગી ક્લિનિક ધરાવી પ્રેક્ટિસ કરતા  એક ડોક્ટરે મહિલા દર્દી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી અને છેડતી કરી હોવાની વાત સામે આવી છે. મહિલાએ પરિવારજનોને જાણ કરતા પરિવારજનો ક્લિનિક આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે આમરણ ગામના લોકોને પણ જાણ કરી હતી. જેના પગલે ક્લિનિક પર લોકોના ટોળા એકત્ર થયા હતાં. ડોક્ટર ગાડી મૂકી નાસી ગયો હતો જોકે બાદમાં ડોકટરને ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો અને મેથીપાક ચખાડી શાન ઠેકાણે લાવી દીધી હતી.

છેડતી કરવાનો આ બનાવ મોરબી પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો

ડોક્ટર કે જેઓને સરકાર “વોરિયર્સ’ નું બિરુદ આપી રહી છે તેવા “વોરિયર્સ” દ્વારા આવી છેડતી કરી હોવાની બીજી ઘટના હોવાથી આમરણ ગામના લોકોએ પણ આ વાતની ગંભીર નોંધ લીધી હતી. બાદમાં આ ડોક્ટરે માફી માંગી બીજી વાર આવું નહીં કરવાની બાંહેધરી આપતા મામલો મહા મુસીબતે શાંત પડ્યો હતો. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.

ડોક્ટરોને કોરોના વોરિયર્સનું હદ ઉપરાંતનું સન્માન કરવાની સજા હવે પ્રજા ભોગવી રહી છે. છેડતી કરનાર અમરણનો ડૉક્ટર હોય કે મહિલાનું બેદરારીથી મોત નિપજાવનાર મોરબીની સદભાવના હોસ્પિટલના ડૉક્ટર હોય. આવા ભેડિયા જેવા ડોક્ટરો સાચા કોરોના વોરિયર્સને પણ બદનામ કરે છે આવા વોરિયર્સના સ્વાંગમાં છુપેલા ભેડિયા ડોક્ટરોને સજા કરવા સરકારે હવે યોગ્ય પગલાં લેવા જોઈશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો