1 એપ્રિલથી બદલાશે વર્ક-કલ્ચર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-02-2021

કામના કલાકો, નિવૃત્તિના નિયમો, ગ્રેચ્યૂઈટી, વગેરેમાં આવશે મોટા ફેરફાર

1 એપ્રિલ, 2021થી તમારા ગ્રેચ્યુઇટી, પીએફ અને કામના કલાકોમાં મોટો ફેરફાર થઈ શકે છે. કર્મચારીઓના ગ્રેચ્યુઇટી અને પ્રોવિડન્ટ ફંડમાં વધારો થશે. બીજી બાજુ હાથમાં આવતા પૈસા એટલે કે ટેક હોમ સેલેરી ઓછા થશે. ત્યાં સુધી કે કંપનીઓની બેલેન્સશીટ પણ પ્રભાવિત થશે. આનું કારણ છે ગયા વર્ષે સંસદમાં પસાર થયેલા ત્રણ મજદુરી સંહિતા વિધેયક. આ બિલ આ વર્ષે પહેલી એપ્રિલથી લાગુ થવાની સંભાવના છે.

વેતનની નવી વ્યાખ્યા હેઠળ, ભથ્થાં કુલ પગારના મહત્તમ 50 ટકા હશે. આનો અર્થ એ થયો કે એપ્રિલ મહિનાથી મૂળ વેતન (સરકારી નોકરીઓમાં મૂળભૂત વેતન અને મોંઘવારી ભથ્થું) કુલ વેતનના 50 ટકા અથવા વધુ હોવું જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે દેશના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ રીતે શ્રમ કાયદામાં પરિવર્તન આવી રહ્યું છે. સરકારનો દાવો છે કે તે રોજગારી આપનારા અને કામદારો બંને માટે ફાયદાકારક સાબિત થશે.

ઓન-હેન્ડ પગાર ઘટશે અને પીએફ વધશે: વેતનના નવા ડ્રાફ્ટ નિયમ મુજબ, મૂળ પગાર કુલ પગારના 50% અથવા વધુ હોવો જોઈએ. આ મોટાભાગના કર્મચારીઓની પગારના માળખામાં પરિવર્તન આવશે, કારણ કે પગારનો ભથ્થા વગરનો ભાગ સામાન્ય રીતે કુલ પગારના 50 ટકા કરતા ઓછો હોય છે. સાથે જ કુલ પગારમાં ભથ્થાંનો ભાગ વધી જતો હોય છે. મૂળ પગારમાં વધારો થવાથી તમારા પીએફમાં પણ વધારો થશે. પીએફ મૂળ પગાર પર આધારિત છે. મૂળપગારમાં વધારો થવાથી પીએફમાં વધારો થશે, જેનો અર્થ છે કે ટેક-હોમ અથવા ઓન-હેન્ડ પગારમાં ઘટાડો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો