(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-02-2021
કેન્દ્ર સરકાર દ્વારા સરકારી બેંકોના ખાનગીકરણનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સામે વિરોધ વ્યક્ત કરવા બેંકિંગ ઈન્ડસ્ટ્રીના 9 યુનિયનોએ ભેગા મળીને બે દિવસની હડતાલનું એલાન કર્યું છે. આગામી માર્ચ માસમાં 15 અને 16ના રોજ બેંકો બંધ રહેશે. જો કે બીજા શનિવાર અને પછી રવિવારની રજાના કારણે કુલ મળીને ચાર દિવસ સુધી બેંકો બંધ રહેશે. બેંક હડતાલના કારણે રોકડ, ચેક, ટ્રાન્સફર મળીને આશરે 20 હજાર કરોડના વ્યવહાર ઠપ થશે.
કેન્દ્રીય બજેટમાં બેન્કોના ખાનગીકરણનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીયકૃત બે બેંકોનું ખાનગીકરણ કરવા માટે સરકાર દ્વારા હિલચાલ શરૂ કરવામાં આવી છે. બજેટમાં દરખાસ્ત છે તેના કારણે આગામી સમયમાં બન્ને બેંકોનું ખાનગીકરણ થશે. બેંકોના મર્જર સામે બેંકિંગ યુનિયનો અગાઉથી જ લડત ચલાવી રહ્યાં છે ત્યાં સરકારે રાષ્ટ્રીકૃત બેંકોના ખાનગીકરણની શરૂઆત કરતા તમામ 8 યુનિયનો ભેગા થયા છે.
આગામી 15 અને 16 માર્ચના રોજ બે દિવસ માટે તમામ રાષ્ટ્રીયકૃત બેંકો હડતાળ પાડશે. આ હડતાલમાં બેંકોના કર્મચારીઓની સાથે સાથે અધિકારીઓ પણ જોડાવાના છે. ગુજરાતમાં આશરે 55,000 કર્મચારી અને અધિકારીઓ હડતાલમાં જોડાશે. હડતાલમાં જોડાશે. હડતાલ સંદર્ભે આંદોલનના કાર્યક્રમની આગામી સમયમાં જાહેરાત કરવામાં આવશે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો