ધો.10 ની પ્રાયોગીક પરીક્ષા તા.15 થી 17 એપ્રિલ દરમિયાન લેવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-02-2021

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી મે 2021 માં લેવાનારી ધો.10 અને 12 ની પરીક્ષા પૂર્વે ધો.10 ની પ્રાયોગીક પરીક્ષા આગામી તા.15 થી 17 એપ્રિલ દરમ્યાન લેવાની જાહેરાત કરી છે. ધો.10 ના બે મરજીયાત વિષયની પ્રાયોગીક પરીક્ષા શાળા ખાતેથી લેવા શિક્ષણ બોર્ડ દ્વારા તાકીદ કરવામાં તેની સાથોસાથ શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની વેબસાઈટ પર મુકાશે. અહી એ ઉલ્લેખનીય છે કે બોર્ડ દ્વારા અગાઉ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષાની તારીખ જાહેર કરાયેલ હતી જે બાદ હવે ધો.10 ની પ્રાયોગીક પરીક્ષા પણ તા.15 થી 17 એપ્રિલ દરમ્યાન લેવાનું જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો