SBI બેન્કના પ્રત્યેક અસફળ ATM ટ્રાન્જેકશન માટે ચાર્જ ચૂકવવો પડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-02-2021

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ગ્રાહકોને પોતાના ખાતામાં પર્યાપ્ત રકમ ન હોવાના કારણે કરેલા તમામ નાકામ ટ્રાંજેક્શન માટે દંડ ભરવો પડશે. એસબીઆઇની આધિકારિક વેબસાઇટ અનુસાર, ખાતામાં પર્યાપ્ત રકમ ન હોવા પર જો એટીએમથી રૂપિયા નિકાળવાનો પ્રયાસ ફેલ થઇ જાય છે તો એસબીઆઇના ગ્રાહકોને 20 રૂપિયાના દંડ સાથે જીએસટી પણ ચૂકવવું પડશે.

મેટ્રો શહેરોમાં રહેતા એસબીઆઇના નિયમિત બચત ખાતાધારકોને એક મહિનામાં એટીએમથી આંઠ વખત જ ફ્રીમાં ટ્રંજેક્શન કરી શક્શે. જેમા પાંચ વખત એસબીઆઇ એટીએમ અને ત્રણ વખત કોઇ અન્ય બેંકના એટીએમથી ટ્રાંજેક્શન સામેલ છે. દરેક ઉપાડની મર્યાદાને ઓળંગનારા ગ્રાહકોએ દરેક ઉપાડ માટે ફી ચૂકવવી પડશે.

નિયમો અનુસાર SBIએ બિન-મેટ્રો શહેરોના પોતાના ગ્રાહકોને એટીએમથી 10 ટ્રાંજેક્શનની ફ્રીમાં છૂટ આપી છે. જેમાથી પાંચ ટ્રાંજેક્શન એસબીઆઇના એટીએમથી કરી શકાશે અને પાંચ કોઇ પણ અન્ય બેંકના એટીએમથી. આ પછી પ્રત્યેક એટીએમના ટ્રાંજેક્શન પર ચાર્જ લાગશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો