આવતા નાણાકીય વર્ષમાં વધુ 2 બેંકોનું ખાનગીકરણ થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-02-2021

સરકારે નાણાકિય વર્ષ 2021-22માં ડિસઇન્વેસ્ટમેન્ટ થી 1.75 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. નાણા મંત્રીએ તેની બજેટનાં જાહેરાત કરી હતી. તમણે કહ્યું કે, આઈડીબીઆઈ ઉપરાંત આવતા નાણાકિય વર્ષમાં 2 વધુ સરકારી બેન્કનું ખાનગીકરણ કરવામાં આવશે. જો કે હજુ બેન્કનાં નામ જાહેર કરવામાં આવ્યા નથી.

કઈ બે બેન્કનું ખાનગીકરણ થશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ સરકાર આવતા નાણાકિય વર્ષમાં પોતાના ડિસઇન્વેસ્ટમેન્ટ ના લક્ષ્યને કોઈપણ કિંમતે પ્રાપ્ત કરવા માંગશે, સરકારની લિસ્ટમાં આઈડીબીઆઈ બેન્કનું નામ પહેલાથી નક્કી છે. એવામાં બેન્ક ગ્રાહકોની સાથે સાથે રોકાણકારોના મનમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે, આ બે બેન્કો કઈ હશે, જે આવનારા સમયમાં પ્રાઈવેટ થઈ જશે.

જો કે આ સમય દરનમિયાન લોકો વિચારી રહ્યા છે કે બેન્કોનું પ્રાઈવેટાઈઝન થવાથી તેમના ખાતા પર શું અસર થશે. બજેટનાં સરકારની જાહેરાત બાદ સરકારી બેન્કના શેરમાં ઉછાળો આવ્યો છે. હકિકતમાં આ સરકારે બહુ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતું કે, સરકારી બેન્કની સંખ્યા ઘટાડવામાં આવશે, આ કડીમાં ગયા વર્ષે 10 બેન્કોનું વિલિનિકરણ કરીને 4 બેન્ક બનાવવામાં આવી. હવે સરકાર વધુ સરકારી બેન્કોથી છૂટકારો મેળવવા માગે છે જે સતત ખોટ કરી છે. સરકાર એ સ્થિતિમાં નથી કે ખોટ કરતી બેન્કને મદદ કરી શકે. વર્ષ 2020માં નિતિ આયોગે સરકારને ભલામણ કરી હતી

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો