ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તુટવાથી મોટી તબાહી બાદ અત્યાર સુધી 10 મૃતદેહો મળ્યા: હેલ્પલાઇન નંબર જારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-02-2021

દેવભૂમિમાં મચેલી તબાહીને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 10 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે તપોવન ટનલમાં 15-20 લોકો ફસાયા હોવાની જાણકારી મળી છે. ત્રાસદીના કારણે નદીના કિનારે સમગ્ર વિસ્તાર સંપૂર્ણ તબાહ છે. ITBPના લોકોની સામે આ પડકાર છે ટનલમાં ફસાયેલા લોકોને કેવી રીતે બહાર કાઢવામાં આવે.

મુખ્યમંત્રી રાવતે ટ્વીટ કરી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, જો તમે પ્રભાવિત ક્ષેત્રમાં ફસાયા છો, કોઈ પણ પ્રકારની મદદની જરૂર છે તો કૃપા કરી ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટરના નં. 1070 અથવા 9557444486 સંપર્ક કરે. સ્થિતિનો સામનો કરવા માટે જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે. તમે સૌ ધીરજ રાખવા જણાવ્યું હતું. 

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટ્યો હતો જેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ પણ ધ્વસ્ત થવાની વિગતો સામે આવી રહી છે. આ દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ મોડ પર છે. નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યાં છે. ધૌલી ગંગા નદીનું જળ સ્તર અચાનક વધી રહ્યું છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વાર સુધી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ સમગ્ર સ્થિતિની સમિક્ષા કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો