(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-02-2021
મોરબીના જૂના બસ સ્ટેશનમાં મુસાફરી કરવા એક મહિલાના બસમાં ચઢવા જતા હતા ત્યારે ભીડનો લાભ લઇ એક મહિલાના ગળામાંથી કોઈ અજાણી વ્યક્તિએ હાથ સફાઈ કરી રૂ 45 હજારની કિંમતના 1 તોલાના સોનાના ચેનની ચીલઝડપ કરી એ આરોપી રફુચકર થઈ ગયો હતો. આ ઘટના અંગે મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો. મોરબીના બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફરોની ભારે અવર જવર રહે છે.ભીડને કારણે કેટલાક અસામાજિક તત્વોને જાણે મોકળું મેદાન મળી જતું હોય તેમ પર્સ સેરવી લેવા અને દાગીના સેરવી લેવાની ઘટના અવાર નવાર બનતી હોય છે. શુક્રવારે બપોરના સમયે પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં મોરબીના નાની વાવડી ગામમાં રહેતા રક્ષાબેન હિતેષભાઇ રાવલ (ઉ.વ. 50) તથા એકતાબેન બંને જૂના બસ સ્ટેશન ખાતે એસ.ટી. બસમાં ચડતા હતા. ત્યારે રક્ષાબેને ગળામાં પહેરેલો સોનાનો પેન્ડલ સહિતનો ચેઇન આશરેરૂ.45 હજારની કિંમતનો એક તોલાના સોનાના ચેનની નજર ચુકવી આંચકીને આરોપીઓ ભાગી ગયા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો