સેવામાં ખામી બદલ પોસ્ટ વિભાગને દંડ કરતી અદાલત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-02-2021

જામનગર: મોટી બાણુંગાર રહેતા હેતલબેન રમેશભાઇ પાન કે જેઓ શિક્ષક છે. તેઓ સર્વ શિક્ષા અભિાયન મિશન અંતર્ગત શિક્ષક માટેની જાહેરાત અન્વયે અરજી કરેલ હતી. જે અન્વયે સર્વશિક્ષા અભિયાન દ્વારા લેટર મોકલવામાં આવ્યો હતો. જે લેટર પોસ્ટ ડિપાર્ટમેન્ટ મારફત મોકલવામાં આવ્યા જે ઇન્ટરવ્યુનો પત્ર યોગ્ય સમયમાં ડિલિવરી કરવાને બદલે પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ટરવ્યુની તારીખ વિતી ગયા બાદ બે દિવસ બાદ હેતલબેનના ઘરે ડિલિવરી કરવામાં આવ્યો હતો. બે દિવસ બાદ પત્ર પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પહોંચાડવામાં આવતાં હેતલબેન ઇન્ટરવ્યુમાં જઇ શકેલ નહીં. કે હાજર રહી શકેલ નહીં. જેનાથી તેમને શિક્ષકની નોકરીથી પણ વંચિત રહેવું પડયું. જેથી પોસ્ટ ડિપાર્ટમેન્ટની ભુલનો ભોગ હેતલબેન બન્યા જેથી હેતલબેન દ્વારા પોસ્ટ ઓફીસ સામે સેવાકીય ખાતી આચરેલ હોય, વળતર મેળવવા માટે ગ્રાહક સુરક્ષા ફોરમ-જામનગરમાં તેમના વકીલ મારફત ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદ ચાલી જતાં દલીલો તથા પુરાવાઓ ધ્યાને લઇ જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ તથા સભ્ય દ્વારા પોસ્ટ ડિપાર્ટમેન્ટની સેવાકીય ખામી માની અને હેતલબેનને રૂા. 5000 વળતર ચૂકવવાનો પોસ્ટ ડિપાર્ટમેન્ટ વિરુધ્ધ ચુકાદો આપેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો