ચેક રિર્ટન કરનાર SBIને વળતર ચૂકવવા આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-02-2021

બચત ખાતામાં પુરતુ ભંડોળ હોવા છતા ચેક રીટર્ન કરતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાને વળતર ચુકવવા ગ્રાહક તકરાર નિવારણ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની વિગત મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાન્ચમાં ફરીયાદી પ્રીતીબેન પરમાર ખાતુ ધરાવે છે. અને પ્રીતીબેન પરમાર પોતાનું બીજુ બચતખાતુ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં પણ ધરાવે છે. પ્રીતીબેન પરમારે પોતાના જ એક બચત ખાતામાંથી બીજા બચત ખાતામાં રુપીયા ટ્રાન્સફર કરવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ખાતામાંથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના બચત ખાનામાં રૂ.ર લાખનો ચેક વટાવવા રજુ કર્યો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના બચત ખાતામાં પુરતુ ભંડોળ હોવા છતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. સેન્ટ્રલ બેંક રૂ.236 અને સ્ટેટ બેંકે રૂ.590 ચેક રીટર્ન સબંધેનો ચાર્જ ઉઘરાવવામાં આવેલ. પ્રતિબેન પરમારે સ્ટેટ બેંક અને ઝોનલ મેનેજરને નોટીસ બેંકીગ લોકપાલ કાર્યાલય અમદાવાદને પણ અરજી મોકલેલ. પરંતુ નોટીસ અને અરજીનો કોઇ પ્રત્યુતર ન મળતા સ્ટેટ બેંકના મેનેજર વીરુધ્ધ ગ્રાહક તકરાર નીવારણ ફોરમમાં ફરીયાદ દાખલ કરી હતી. જે ફરીયાદ ચાલવા ઉપર આવતા બંને પક્ષોની રજુઆતો અને દલીલોને ધ્યાને લઇ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા ફરીયાદના ખાતામાંથી ચેક રીર્ટન સંબંધેનો ચાર્જ રૂ.590 ઉઘરાવવામાં આવેલ તથા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા બચત ખાતામાંથી ચેક રીર્ટન સબંધેનો ચાર્જ રૂ.236 ઉઘરાવવામાં આવેલ જે નો ચાર્જ વસુલ કરેલ તે ચાર્જની રકમ તથા તે ચેક રીર્ટનના ચાર્જની વસુલ થતી સુધી વાર્ષીક 6 % વ્યાજ સહીત ફરીયાદીને ચુકવવા રૂ.150000 ઉપરનું વ્યાજ ફરીયાદીના બચત ખાતામાં જમા કરાવેલ ન હોય તો તે સમય દરમ્યાન બચત ખાતામાં મળવાપાત્ર વ્યાજ દર મુજબનું વ્યાજ આપવા તેમજ ફરીયાદીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભુલના કારણે રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ ફોરમમાં ફરીયાદ કરવાની ફરજ પાડેલ હોય જેથી તેના વળતર પેટે રકમ રૂ.2000 ફરીયાદને ચુકવી આપવા હુકમ ફરમાવેલો છે. આ કેસમાં ફરીયાદી પ્રિતીબેન પરમાર વતી એડવોકેટ તરીકે ભાર્ગવ પંડયા, અલ્પેશભાઇ, વંદના રાજયગુરુ, કેતન સાવરીયા અને અમિતભાઇ રોકાયેલા હતા.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો