1 માર્ચથી ખુલશે તમામ નીચલી કોર્ટ

Close-up Of Male Judge In Front Of Mallet Holding Documents

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-02-2021

ગુજરાતની નીચલી કૉર્ટ (Lower Courts)ને લઇને મહત્વના સમાચાર આવી રહ્યા છે. કોરોના (Corona)ના કારણે દુનિયા આખી થંભી ગઈ હતી અને તેમાંથી ભારત (India) પણ બકાત નહોતુ. કોરોનાના કારણે ગુજરાત (Gujarat)માં છેલ્લા 11 મહિનાથી નીચલી કૉર્ટ બંધ હતી, ત્યારે હવે રાજ્યની નીચલી કોર્ટના દરવાજા ખોલવાની જાહેરાત કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સરક્યુલર બહાર પાડ્યું છે. જે મુજબ, 1લી માર્ચથી રાજ્યની નીચલી કોર્ટ શરૂ થશે. ગુજરાત હાઈકોર્ટે તમામ કોર્ટ શરૂ કરવા SOP જાહેર કરી છે. જે મુજબ, હવે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોની નીચલી કોર્ટ શરૂ થશે.

ગુજરાત હાઈકોર્ટે નીચલી કૉર્ટ શરૂ કરવા માટે SOP જાહેર કરી છે. રાજ્યમાં 1લી માર્ચથી રાજ્યની નીચલી કૉર્ટ (Lower Court) શરૂ થશે. ઉલ્લેખનીય છે કે કોરોના (Corona Pandemic) ના કારણે છેલ્લા 11 માસથી બંધ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલ મંડળ દ્વારા કોર્ટ સંકુલની બહાર પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા. 30 જાન્યુઆરી સુધીમાં ફિઝિકલ કોર્ટો શરૂ કરવામાં નહીં આવે તો 1 ફેબ્રુઆરીથી વકીલો દ્વારા સવિનય કાનૂનભંગ કરીને ફિઝિકલી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે, તેવી ચીમકી વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

કોર્ટ સંકુલની બહાર ગેટ પાસે મોટી સંખ્યામાં વકીલો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. કોરોના વાયરસ (Corona Pandemic)ના કારણે ગત વર્ષે માર્ચ મહિનામાં સમગ્ર દેશ 21 દિવસ સુધી લોકડાઉન લાગુ કરાયું હતું. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ કોર્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી. કૉર્ટો બંધ રહેવાના કારણે વકીલોની આવક પર મોટી અસર પડી હતી. તો સાથે જ અસંખ્ય કેસ અટવાયા છે, ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે કોર્ટ શરૂ કરવા SOP કરી જાહેર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો