ગુજરાત બોર્ડ ધો.10 અને ધો.12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, માર્ચ નહીં મે મહિનામાં યોજાશે પરીક્ષા

આ વર્ષે બોર્ડની પરીક્ષા માર્ચમાં નહીં પરંતુ 10મી મેના રોજ શરૂ થશે અને 25 મેના રોજ પૂર્ણ થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-02-2021

કોરોનાને કારણે ગત વર્ષે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાયેલો રહ્યો. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષા માર્ચમાં નહીં પરંતુ 10મી મેના રોજ શરૂ થશે અને 25 મેના રોજ પૂર્ણ થશે.

આ પહેલા કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે.

ધોરણ-9થી 10ની સાથે ધોરણ-11 અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો 20%ની જગ્યાએ 30% કરાયા છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરાયો છે. જ્યારે ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30% કરવામાં આવ્યું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં 50% બહુવિકલ્પ પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો